Western Railway News: જો તમે આવતીકાલે આણંદ-ગોધરા રેલવે રૂટ પર મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મેન્ટેનન્સ અને બ્રિજ પુનર્નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આણંદ-ગોધરા રેલવે સેક્શનમાં ટ્રાફિક બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા નોકરીયાત લોકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રેલવે તંત્રએ મુસાફરોને પહેલાથી જ ટ્રેનનું સ્ટેટસ ચેક કરીને જ મુસાફરી કરવા અપીલ કરી છે, જેથી સ્ટેશન પર પહોંચ્યા બાદ અનાવશ્યક પરેશાની ટાળી શકાય. આણંદ-ગોધરા રૂટ પશ્ચિમ રેલવેનો મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે, જ્યાં રોજ હજારો મુસાફરો મેમૂ અને પેસેન્જર ટ્રેનો મારફતે અવરજવર કરે છે. આવી સ્થિતિમાં એક દિવસનો બ્લોક પણ અનેક મુસાફરોના પ્રવાસ આયોજનને અસર કરી શકે છે.
ડાકોર-ઠાસરા વચ્ચે બ્રિજ પુનર્નિર્માણ માટે લેવાશે ટ્રાફિક બ્લોક
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના જણાવ્યા મુજબ, આણંદ-ગોધરા રેલવે ખંડમાં ડાકોર અને ઠાસરા સ્ટેશન વચ્ચે આવેલી ડાઉન લાઇન પર બ્રિજ નંબર 51ના પુનર્નિર્માણનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે તા. 16 મે, શનિવારના રોજ ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે વિભાગનું કહેવું છે કે, બ્રિજના મજબૂતીકરણ અને પુનર્નિર્માણનું કામ મુસાફરોની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. લાંબા ગાળે સુરક્ષિત અને સરળ રેલ વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની મેન્ટેનન્સ કામગીરી નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે.
કઈ ટ્રેનોને થશે અસર? જાણો સંપૂર્ણ વિગતો
ટ્રાફિક બ્લોકને કારણે આણંદ-ગોધરા રૂટ પર ચાલતી કેટલીક મેમૂ ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 69189 (આણંદ-ગોધરા મેમૂ) સંપૂર્ણપણે રદ
રેલવે દ્વારા જણાવાયું છે કે ,ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમૂ આવતીકાલે સંપૂર્ણપણે રદ રહેશે. આ ટ્રેનમાં નિયમિત મુસાફરી કરતા લોકોને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા કરવાની જરૂર પડી શકે છે. ટ્રેન નંબર 69147 (આણંદ-ગોધરા મેમૂ) રહેશે મોડી તે ઉપરાંત ટ્રેન નંબર 69147 આણંદ-ગોધરા મેમૂને તેના નિર્ધારિત સમય કરતાં અંદાજે 15 મિનિટ મોડી દોડાવવામાં આવશે. મુસાફરોને સ્ટેશન પર જવા પહેલાં ટ્રેનના લાઈવ સ્ટેટસ અંગે માહિતી મેળવી લેવાની સલાહ આપવામાં આવી છે. સંભવિત રીતે અન્ય કેટલીક ટ્રેનોના સંચાલન પર પણ સમયસર અસર થઈ શકે છે, તેથી મુસાફરોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
મુસાફરો માટે રેલવેની ખાસ અપીલ
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બ્લોક દરમિયાન રેલવેને સહકાર આપે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંચાલન અંગેની તાજી માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેના સત્તાવાર પૂછપરછ પોર્ટલ 'Indian Railways Enquiry Portal' ની મુલાકાત લઈ શકે છે. રેલવે સુરક્ષાના હેતુથી લેવામાં આવેલા આ બ્લોકને કારણે પડનારી અસુવિધા બદલ વિભાગે ખેદ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: Work From Home લાગૂ કરશે ગુજરાત સરકાર? : કેબિનેટમાં CMએ આપ્યાં મોટા સંકેત, કરકસર માટે કવાયત
શા માટે જરૂરી છે આ કામગીરી?
રેલવે બ્રિજ અને ટ્રેકની સમયાંતરે મરામત અને પુનર્નિર્માણ કામગીરી મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાથી ભવિષ્યમાં અકસ્માતની સંભાવના ઘટે છે અને ટ્રેનોની ગતિ તથા સંચાલન વધુ સલામત બને છે. ખાસ કરીને વરસાદી મોસમ પહેલાં આવા બ્રિજોની મજબૂતી તપાસવાનું કામ વધુ મહત્વનું બની જાય છે, જેથી ભારે વરસાદ અથવા પાણીના પ્રવાહ દરમિયાન કોઈ ટેક્નિકલ સમસ્યા ઊભી ન થાય.





