Home Gujarat Big Blast In South Bopal Ahmedabad

અમદાવાદના સાઉથ બોપલમાં મોટો બ્લાસ્ટ! : ફટાકડાની દુકાનમાં આકસ્મિક આગ, ગેસ સિલિન્ડર ફાટ્યું, અવાજથી લોકોમાં ડર

અમદાવાદના સાઉથ બોપલમાં મોટો બ્લાસ્ટ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 09:00 AM IST

Ahmedabad News : અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં અચાનક એક મોટો બ્લાસ્ટ સંભળાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સોબો સેન્ટર પાસે આવેલી પતંગ દોરી અને ફટાકડાની એક દુકાનમાં આકસ્મિક રીતે આગ લાગતાં જ આગ ઝડપથી આસપાસની અન્ય દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી.

અવાજથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો

આગ વધુ પ્રસરતી વખતે એક મોટો બ્લાસ્ટ થયો હતો, જે સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટના અવાજથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમયસર આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.

સમયસર કાર્યવાહીથી જાનહાનિ ટળી

સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સ સર્વિસ પણ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે સમયસર કાર્યવાહી થવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now