Home Gujarat Big Announcement Of Construction Of Temples At Two Places By Khodaldham Trust Kagvad

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા બે જગ્યાએ મંદિર નિર્માણની મોટી જાહેરાત : સુરત અને લંડનમાં નિર્માણ પામશે ખોડલધામ મંદિર સંકુલ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા બે જગ્યાએ મંદિર નિર્માણની મોટી જાહેરાત
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Dec 28, 2025, 01:51 PM IST

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ બે જગ્યાએ ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની જેમ જ દક્ષિણ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા બે જગ્યાએ મંદિર નિર્માણ જાહેરાત

કોર કમિટીની બેઠક બાદ ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી મંડળની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયના પ્રકલ્પોની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ કરીને સમાજને અર્પણ કરવામાં આવશે. સાથે સાથે આવતા દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં એક ખોડલધામ સંકુલ બનાવવાનું પણ આયોજન છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરવામાં આવશે.

સુરતમાં અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલના નિર્માણ થશે

વધુમાં નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ખોડલધામ મંદિર સાથેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. સાથે જ વધુ આનંદની વાત એ છે કે, આજે આ કોર કમિટીની બેઠક યોજાવાની હતી તેના થોડા કલાકો પહેલા લંડનમાં વસતાં ખોડલધામના સ્વયંસેવકોએ આજે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ અમારી સાથે ચર્ચા કરીને લંડનમાં પણ ખોડલધામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી લંડનમાં પણ ટૂંક સમયમાં ખોડલધામ મંદિર નિર્માણનું કામ ચાલુ થશે. આ બન્ને જગ્યાએ નિર્માણ પામનાર મંદિર સંકુલ પાટણના સંડેર ખાતે બની રહેલા મંદિર સંકુલની જેમ જ નિર્માણ પામશે. પાટણના સંડેર ખાતે હાલ 42 કજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ સુરત અને લંડનમાં નિર્માણ પામનાર ખોડલધામ મંદિર સંકુલ પ્રોજેક્ટની વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video