Latest Smartphone : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં હાલમાં ₹30,000 થી ₹35,000 ની પ્રાઇસ રેન્જ સૌથી વધુ પોપ્યુલર છે. આ સેગમેન્ટમાં Motorola એ તેનો 'Edge 60 Pro' ઉતારીને હલચલ મચાવી દીધી છે. જોકે, તેની સામે Vivo નો સ્ટાઇલિશ V60e અને OnePlus નો પાવરફુલ Nord 5 પહેલેથી જ મજબૂત પકડ ધરાવે છે. યુઝર્સ માટે મૂંઝવણ એ છે કે, ઓછી કિંમતમાં કયો ફોન લેવો? આજે અમે આ ત્રણેય ફોનના દરેક પાસાઓની ઉંડી તપાસ કરીને તમને જણાવીશું કે તમારા માટે કયો સ્માર્ટફોન બેસ્ટ રહેશે.
Motorola Edge 60 Pro vs Vivo V60e vs OnePlus Nord 5
ડિસ્પ્લે અને વિઝ્યુઅલ એક્સપિરિયન્સ
સ્માર્ટફોનમાં ડિસ્પ્લે સૌથી મહત્વનો ભાગ છે. Motorola Edge 60 Pro માં 6.7-ઇંચની SuperHD+ pOLED ક્વાડ-કર્વ્ડ સ્ક્રીન છે, જેની ખાસિયત તેની 4500 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. આનો અર્થ એ કે, ભરતડકામાં પણ સ્ક્રીન એકદમ સ્પષ્ટ દેખાશે. Vivo V60e માં 6.77-ઇંચની AMOLED પેનલ છે, જે 1600 નિટ્સ બ્રાઇટનેસ આપે છે. જોકે, OnePlus Nord 5 ગેમર્સ માટે બેસ્ટ છે કારણ કે, તેમાં 6.83-ઇંચની મોટી સ્ક્રીન સાથે 144Hz નો રિફ્રેશ રેટ મળે છે, જે વીડિયો અને ગેમિંગના એક્સપિરિયન્સને ખૂબ જ સ્મૂધ બનાવે છે.
પ્રોસેસર અને પરફોર્મન્સ
પ્રોસેસરની બાબતમાં OnePlus Nord 5 મેદાન મારી જાય છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8s જનરલ 3 ચિપસેટ છે, જે ફ્લેગશિપ લેવલનું પરફોર્મન્સ આપે છે. Motorola માં મીડિયાટેક ડાયમેન્સિટી 8350 એક્સ્ટ્રીમ પ્રોસેસર છે, જે એડવાન્સ AI ફીચર્સ સપોર્ટ કરે છે. જ્યારે Vivo V60e માં ડાયમેન્સિટી 7360 ટર્બો પ્રોસેસર છે જે રોજિંદા વપરાશ અને મલ્ટિટાસ્કિંગ માટે પૂરતું છે. સોફ્ટવેરની વાત કરીએ તો ત્રણેય ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 પર ચાલે છે, જેમાં OnePlus માં OxygenOS અને Vivo માં FuntouchOS નો સપોર્ટ છે.
કેમેરા ક્વોલિટી અને ફોટોગ્રાફી
કેમેરા પ્રેમીઓ માટે Vivo V60e આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે, તેના રિયર સેટઅપમાં 200mp નો મુખ્ય કેમેરો છે, જે ખૂબ જ હાઇ-રિઝોલ્યુશન ફોટા પાડે છે. Motorola Edge 60 Pro પણ પાછળ નથી, તેમાં 50mp નો મુખ્ય કેમેરાની સાથે 10mp નો ટેલિફોટો લેન્સ પણ છે, જે દૂરની વસ્તુઓને ઝૂમ કરીને ફોટા પાડવામાં મદદ કરે છે. OnePlus માં 50mp નો સોની સેન્સર વાળો કેમેરો છે. સેલ્ફી માટે ત્રણેય બ્રાન્ડે 50mp નો ફ્રન્ટ કેમેરો આપીને યુઝર્સને ખુશ કરી દીધા છે.
બેટરી લાઇફ અને ચાર્જિંગ સ્પીડ
જો તમને લાંબો બેટરી બેકઅપ જોઈએ છે, તો OnePlus Nord 5 માં સૌથી મોટી 6,800mAh બેટરી છે. Vivo માં 6,500mAh અને Motorola માં 6,000mAh ની બેટરી આપવામાં આવી છે. ચાર્જિંગની બાબતમાં Motorola અને Vivo બંને 90W ના ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે ફોનને ગણતરીની મિનિટોમાં ફૂલ ચાર્જ કરી દે છે. OnePlus માં 80W નું SuperVOOC ચાર્જિંગ મળે છે જે પણ ઘણું ઝડપી છે.
કિંમત અને અંતિમ નિર્ણય
કિંમત પર નજર કરીએ તો, Motorola ની શરૂઆત ₹32,000 થી થાય છે, Vivo પણ લગભગ ₹31,999 માં મળે છે. OnePlus Nord 5 થોડો મોંઘો એટલે કે ₹33,999 માં મળે છે, પણ તેમાં 256GB સ્ટોરેજ બેઝ વેરિઅન્ટમાં જ મળી જાય છે. જો તમને બેસ્ટ પ્રોસેસર જોઈએ તો OnePlus લેવો જોઈએ, જો જોરદાર કેમેરો જોઈએ તો Vivo અને જો શાનદાર ડિસ્પ્લે અને ઓલરાઉન્ડર ફોન જોઈએ તો Motorola શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.





