Home Automobile Best Cng Car Maruti Suzuki Celerio Hyundai Aura Tata Punch Buy In 8 Lakhs

Best Affordable Cars : નવા વર્ષ પર ઘરે લઈ આવો CNGની આ સૌથી સસ્તી કાર, ફીચર્સ જાણીને આજે જ પહોંચી જશો શોરૂમ

Best Affordable Cars
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2024, 08:03 AM IST

Best Affordable Cars: વર્ષ 2024 પૂરું થવાના આરે છે અને 2025 શરૂ થવાનું છે. દેશમાં દિવસેને દિવસે મોંઘવારી સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ પેટ્રોલ-ડીઝલની વાત કરવામાં આવે તો આજે પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે જેને લઈ મોટા ભાગના લોકો CNG અને EV તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવથી પરેશાન છો અને CNG વાહનો શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. 


ડિસેમ્બર મહિનામાં લગભગ તમામ કાર કંપનીઓ પોતાના વાહનો પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે ડિસ્કાઉન્ટનો લાભ લઈને CNG કાર ખરીદવા માંગો છો, તો અમે તમને 8 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 3 કાર વિશે જણાવીશું, જે સારી માઈલેજ પણ આપે છે.


Tata Punch

ટાટા પંચ EVને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સિવાય તેની CNG સેગમેન્ટની કાર પણ લો બજેટ કારમાંથી એક છે. જો તમને ઓછા પૈસામાં સારી કાર જોઈએ છે, તો ટાટા પંચ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તેનું CNG વેરિઅન્ટ એન્જિન મહત્તમ 74.4 bhp પાવર અને 103 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ટાટા પંચ એક કિલોગ્રામ સીએનજીમાં 26.99 કિલોમીટરની માઈલેજ આપે છે. ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 7.22 લાખ રૂપિયા છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ આ કાર ઉત્તમ છે. કારને રિવર્સિંગ કેમેરા, ISO ફિક્સ્ડ ચાઈલ્ડ સીટ માઉન્ટ્સ સાથે 5-સ્ટાર વૈશ્વિક NCAP સુરક્ષા રેટિંગ પ્રાપ્ત થયું છે.


Hyundai Aura

હ્યુન્ડાઇ ઓરા કાર પણ ઓછા બજેટમાં એક ઉત્તમ વિકલ્પ છે. આ કાર 3 CNG વેરિઅન્ટ સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે. કારમાં 197 cc એન્જિન છે, જે 68 bhpનો પાવર અને 95.2 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવા મુજબ આ કાર એક કિલો CNGમાં 22 કિલોમીટરની માઈલેજ આપે છે. આ CNG કારની શરૂઆતી કિંમત 7.48 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત છે.


મારુતિ સુઝુકી Celerio

મારુતિ સુઝુકી સેલેરિયો કાર પણ CNG સેગમેન્ટમાં એક શાનદાર કાર છે. જો તમે પણ CNG કાર ખરીદવા માંગો છો તો આ કારને તમારા ગેરેજમાં સામેલ કરો. જો આપણે તેની ક્ષમતા વિશે વાત કરીએ તો તેમાં 998 cc એન્જિન છે, જે 55.92 bhpનો પાવર અને 82.1 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારની શરૂઆતી કિંમત 6.73 લાખ રૂપિયા છે અને દાવા પ્રમાણે આ કાર 34.43 કિલોમીટરની માઈલેજ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now