Home Sports Bengaluru Stampede Complaint Filedagainst Virat Kohli Tension Of Star Player Increased

Bengaluru Stampede: વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ દાખલ : વધી ગયું સ્ટાર ખેલાડીનું ટેન્શન

Bengaluru Stampede: વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ દાખલ
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 05:03 AM IST

Virat Kohli: 4 જૂનના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરમાં IPL 2025 ટ્રોફી જીતવાની ઉજવણી કરી હતી, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. જોકે સમય દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ હતી અને 11લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે 6 જૂનની સવારે RCBના ની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. કિંગ કોહલી વિરુદ્ધ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કિંગ કોહલીનું ટેન્શન વધ્યું
ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ વરિષ્ઠ સામાજિક કાર્યકર એચ.એમ. વેંકટેશે નોંધાવી છે. જવાબમાં પોલીસે સ્પષ્ટતા જાહેર કરીને કહ્યું છે કે ફરિયાદ પહેલાથી જ નોંધાયેલા કેસ હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે અને ચાલુ તપાસ દરમિયાન તેની તપાસ કરવામાં આવશે.

લાખો લોકો ભેગા થયા હતા
3 જૂને RCB એ પંજાબ કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. RCB 17 વર્ષથી IPLમાં ટ્રોફીના દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું. જોકે IPL 2025નો ખિતાબ જીત્યા બાદ, ટીમનો દુષ્કાળ પણ સમાપ્ત થયો અને ટીમને પહેલી ટ્રોફી પણ મળી.

આ ખુશીમાં RCB એ બીજા દિવસે 4 જૂને બેંગલુરુમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી મેદાનની બહાર લગભગ 3 લાખ ચાહકો તેમના પ્રિય ખેલાડી અને ટીમને જોવા માટે એકઠા થયા હતા, જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 35 હજારની નજીક છે. આવી સ્થિતિમાં અચાનક ભાગદોડ મચી ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત 30 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

કર્ણાટક સરકારે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. આ પછી RCB એ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now