Jahangir Khan: પશ્ચિમ બંગાળની લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા તંગ વાતાવરણ વચ્ચે ટીએમસીના ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર જહાંગીર ખાનએ કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક અને આઈપીએસ અધિકારી અજય પાલ શર્માને ખુલ્લેઆમ ધમકી આપી છે.
જહાંગીર ખાને કહ્યું,
“તમે રમત શરૂ કરી છે, અમે તેને સમાપ્ત કરીશું. ચિત્ર હજુ બાકી છે. જો તમને લાગે છે કે થોડા સીઆરપીએફ સૈનિકોથી બચી જશો તો ખોટા છો. અહીં લોકો જ વાસ્તવિક શક્તિ છે. જો લોકો ચાલવાનું શરૂ કરશે તો અમે સીઆરપીએફનો નાશ કરી નાખીશું.”તેમણે વધુમાં કહ્યું કે ટીએમસીએ ક્યારેય ઝૂકવાનું શીખ્યું નથી અને “પુષ્પા સ્ટાઈલ”માં ચેતવણી આપી કે તેઓ જાણે છે કેવી રીતે “કડક” કરવું.
આરોપ અને પૃષ્ઠભૂમિ
જહાંગીર ખાને આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા પર આરોપ લગાવ્યો કે તેઓ ટીએમસી કાર્યકરો અને મહિલા મતદારોને ધમકી આપી રહ્યા છે તેમજ એન્કાઉન્ટરની ધમકી પણ આપી છે. તેમણે દાવો કર્યો કે ભાજપ આઈપીએસ અધિકારીના ઈશારે કામ કરી રહી છે, પરંતુ બંગાળના લોકો આવી ધમકીઓથી ડરવાના નથી.
આ પણ વાંચો: દાઉદ નેટવર્કને મોટો ઝટકો! : સલીમ ડોલા હવે ભારતની કસ્ટડીમાં, NCB કરશે પૂછપરછ
અજય પાલ શર્માની કાર્યવાહી
બીજી તરફ, કેન્દ્રીય નિરીક્ષક અજય પાલ શર્મા ફાલ્ટા વિસ્તારમાં મતદારોને ડરાવનારાઓ સામે સઘન સર્ચ અને કાર્યવાહી કરી રહ્યા છે. જહાંગીર ખાન પર પણ સ્થાનિક લોકોને ધમકાવવાના ગંભીર આરોપો છે. જ્યારે અજય પાલ શર્માની ટીમે જહાંગીર ખાનના ઘરની તલાશી લેવા માટે પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસ અને ગ્રામજનોએ તેમનું સરનામું આપવામાં ખચકાટ દર્શાવ્યો હતો. ત્યાં 10ની જગ્યાએ 14 પોલીસકર્મીઓ તૈનાત હોવાનો પણ મામલો સામે આવ્યો છે, જેના કારણે અજય પાલ શર્માએ સ્થાનિક એસપીને નોટિસ પાઠવી છે.
આ ઘટના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા વધતી તંગતા અને ધમકીઓના વાતાવરણને વધુ તીવ્ર બનાવી રહી છે.





