Home Sports Ben Stokes Is Out Of The Test Series Against India Big Update Revealed

સામે આવ્યું મોટું અપડેટ : શું ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો બેન સ્ટોક્સ?

સામે આવ્યું મોટું અપડેટ
Published by: OBS Bureau
Last Updated: Apr 03, 2025, 04:20 PM IST

England Cricket Team: ભારત સામેની ટેસ્ટ શ્રેણી અને એશિઝ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સુકાની બેન સ્ટોક્સ અને ઝડપી બોલર બ્રેડન કાર્સ બંને આ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. બંને ખેલાડીઓ હજુ સુધી તેમની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી.

સ્ટોક્સને ડિસેમ્બરમાં ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે કોઈ મેચ રમ્યો નથી. જો કે, તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે અને આ વર્ષના વ્યસ્ત શિડ્યુલ માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. ઈંગ્લેન્ડે મે મહિનામાં ઝિમ્બાબ્વે સામે એકમાત્ર ટેસ્ટ રમવાની છે. આ પછી ઈંગ્લેન્ડે જૂનમાં ભારત સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ પછી વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં એશિઝ રમાશે.



ડરહામ કોચે આપ્યું અપડેટ
ડરહામના કોચ રેયાન કેમ્પબેલે જણાવ્યું હતું કે બેન સ્ટોક્સ તેની હેમસ્ટ્રિંગ સર્જરીથી સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના વાપસી પર કોઈ જોખમ લેવા માંગતો નથી. ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે 22 મેથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા ડરહામ પાસે 6 કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમવાની છે. જો કે, કેમ્પબેલને લાગતું નથી કે સ્ટોક્સ આ પ્રારંભિક મેચોમાં રમશે.

આઈસીસીની સત્તાવાર વેબસાઈટ અનુસાર કેમ્પબેલે કહ્યું, "મને નથી લાગતું કે તે સિઝનની શરૂઆતની મેચો રમશે. જો એવું થશે તો તે બોનસ હશે. તે ગંભીર ઈજામાંથી સાજો થઈ રહ્યો છે પરંતુ આશા છે કે ટેસ્ટ મેચો પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.

રેયાન કેમ્પબેલે બેન સ્ટોક્સની કરી હતી પ્રશંસા
કેમ્પબેલે બેન સ્ટોક્સના સમર્પણની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, "સ્ટોક્સ અહીં લગભગ દરરોજ સખત મહેનત કરી રહ્યો છે. તેની હેમસ્ટ્રિંગ સર્જરી હતી, પરંતુ બીજા જ દિવસે તે વેઈટ લિફ્ટિંગ કરવા આવ્યો, જેના પર હું વિશ્વાસ ન કરી શક્યો. તે ખૂબ જ મહેનતું ખેલાડી છે અને ઈંગ્લેન્ડ માટે રમવા માટે કંઈ પણ કરવા તૈયાર છે."

જ્યારે, ઝડપી બોલર બ્રેડન કાર્સ પગની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ કારણોસર તેને પાકિસ્તાન અને દુબઈમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર રહેવું પડ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now