Home Health-lifestyle Be Mindful Of This Before Using Pads Or Tampons During Menstruation

પીરિયડ્સ પ્રોડક્ટસનો ખતરો : માસિકધર્મ દરમિયાન પેડ, ટેમ્પોન યૂઝ કરતા પહેલા રાખો આ ધ્યાન

પીરિયડ્સ પ્રોડક્ટસનો ખતરો
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 01:48 PM IST

માસિક ધર્મ દરમિયાન મહિલાઓ અલગ અલગ પ્રોડક્ટ્સ યુઝ કરતી હોય છે. સેનેટરી પેડથી માંડીને ટેમ્પોન અને પેન્ટીઝ પણ મહિલાઓ ઉપયોગમાં લે છે.પરંતુ ઘણી મહિલાઓ તેના નુકસાનથી અજાણ હોય છે. આ પ્રોડક્ટસમાં હાનિકારક કેમિકલ્સ જેવા કે, ડાઈઓક્સિન, ફેથલેટ્સ અને સિન્થેટિક સ્મેલ હોય છે. જે લાંબા સમયના ઉપયોગથી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જેનાથી તેનો ઉપયોગ કરતા સમયે સાવચેત રહેવું જરૂરી છે.

ટેમ્પોનથી ટોક્સિક શોક સિન્ડ્રોમનો ખતરો રહે છે. જે એક દુર્લભ પરંતુ જીવલેણ સ્થિતિ છે. જે બેક્ટેકિયાના ટોક્સિનના કારણે થાય છે. ટેમ્પોન જો લાંબા સમય સુધી શરીરમાં રહે તો ઝેરી બેક્ટેરિયા સર્જી શકે છે.સેનિટરી પેડ્સ અને ટેમ્પનમાં ડાયોક્સિન, ક્લોરિન અને જંતુનાશકો જેવા રસાયણો હોઈ શકે છે, જે બ્લીચિંગ પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનમાં ઉમેરવામાં આવે છે. ડાયોક્સિનને સંભવિત કાર્સિનોજેન માનવામાં આવે છે.

પેડમાં રહેલા સિન્થેટિક સ્મેલ, કૃત્રિમ સામગ્રીના કારણે ત્વચામાં બળતરા કે એલર્જી થઈ શકે છે. કેટલીક પીરિયડ્સ પ્રોડક્ટમાં એન્ડોક્રાઈન ડિસ્ટર્બિંગ કેમિકલ્સ જેવા ફેથલેટ્સ અને બિસફેનોલ હોય છે. જે હોર્મોનને પ્રભાવિત કરી શકે છે અને પ્રજનનની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સાથે પીરિયડ્સ દરમિયાન સાફ-સફાઈનું ધ્યાન ન રાખવામાં આવે્ તો સંક્રમણની સંભાવના વધી જાય છે. આ સાથે જો તમે ટેમ્પોનનો રાખીને ભૂલી જાઓ તો બેક્ટેરિયાથી થતા સંક્રમણનો ખતરો વધી જાય છે.

જો તમે આ બધા ખતરાને ટાળીને સુરક્ષિત પીરિયડ્સ ઈચ્છો છો, તો તમે મેન્સ્ટ્રુઅલ પકનો ઉપયોગ કરી શકો છો. મેડિકલ-ગ્રેડ સિલિકોનમાંથી બનાવેલ, માસિક કપ રસાયણ મુક્ત છે. તમે તેને ફરીથી અને ફરીથી વાપરી શકો છો. આ પર્યાવરણને અનુકૂળ પણ છે. આ સાથે તમે ઓર્ગેનિક કોટન પેડ અને ટેમ્પોનનો ઉપયોગ કરી શકો છો. આ ઉત્પાદનો કૃત્રિમ રસાયણો અને બાયોડિગ્રેડેબલથી મુક્ત છે. તમે તેનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચી શકો છો.


(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now