Home Sports Bcci Vice President Spoke About Rohit Sharma And Virat Kohli

શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સીરિઝ પછી નિવૃત્તિ લેશે? : BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સીરિઝ પછી નિવૃત્તિ લેશે?
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 05:24 AM IST

Rajiv Shukla Gave A Big Statement: રોહિત શર્મા અને વિરાટ કોહલીના નિવૃત્તિનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિત શર્મા અને વિરાટ કોહલીનો છેલ્લો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે તેવા રિપોર્ટ્સ પર પોતાનું નિવેદન આપ્યું છે. રાજીવ શુક્લાએ બધી અફવાઓને ફગાવી દીધી છે, અને કહ્યું છે કે, નિવૃત્તિ એ ખેલાડીનો નિર્ણય છે. ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ 19-25 ઓક્ટોબર દરમિયાન રમાશે.

રાજીવ શુક્લાએ શું કહ્યું?

મીડિયા સાથેની વાતચીત કરતા રાજીવ શુક્લાએ કહ્યું,"રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ODI ટીમમાં હોવું અમારા માટે ફાયદાકારક છે કારણ કે, બંને મહાન બેટ્સમેન છે. ટીમમાં તેમની હાજરીથી, મને લાગે છે કે, અમે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થઈશું."

શું આ વિરાટ અને રોહિતની છેલ્લી સીરિઝ હશે?

વિરાટ કોહલી અને રોહિત શર્માની અંતિમ સીરિઝ અંગેની અટકળો અંગે, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું,"જ્યાં સુધી આ સીરિઝને રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે છેલ્લી સીરિઝ કહેવાની વાત છે, ત્યાં સુધી એવું કંઈ નથી. આપણે ક્યારેય આવી બાબતોમાં સામેલ થવું જોઈએ નહીં. આ નિર્ણય ફક્ત ખેલાડીઓ પર આધાર રાખે છે કે, તેઓ ક્યારે નિવૃત્તિ લેવા ઈચ્છે છે. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ તેમનો માટેનો છેલ્લો પ્રવાસ છે તે કહેવું સંપૂર્ણપણે ખોટું છે."

ટીમ ઈન્ડિયાની પણ પ્રશંસા કરી

તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0 થી ટેસ્ટ સીરિઝ જીતવા બદલ ટીમ ઈન્ડિયાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું,"હું શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ જીતવા બદલ અભિનંદન આપું છું. ઓસ્ટ્રેલિયા જતા પહેલા આ જીત અમારા માટે જરૂરી હતી, કારણ કે ઓસ્ટ્રેલિયા હંમેશા મુશ્કેલ પડકાર રજૂ કરે છે."

382 દિવસ પછી એક ટેસ્ટ સીરિઝમાં જીત મેળવી

ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સ અને 140 રનના મોટા માર્જિનથી જીતી હતી. બીજી ટેસ્ટના પાંચમા દિવસે કે. એલ રાહુલની 58 રનની હાફ-સેંચુરીએ ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ સીરિઝ છે જેમા ભારતીય ટીમે જીત મેળવી છે. આ જીત 382 દિવસ પછી આવી છે, કારણ કે આપણે છેલ્લે ઘર આંગણે બાંગ્લાદેશને 2-0 કરીને સીરિઝ જીતી હતી. ત્યાર પછી, ન્યૂઝીલેન્ડથી 3-0 વ્હાઇટ-વોશ ઘર આંગણે થયા હતા. એના પછી ઓસ્ટ્રેલિયામાં જઈને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ 3-1 થી ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. અને ઈંગ્લેન્ડમાં જઈને યુવા ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 2-2 થી ડ્રૉ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now