Home Sports Bcci Announces Indian Squad For U 19 Mens Asia Cup

BCCI એ U-19 મેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી! : IPL માં સેન્ચ્યુરી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ આ ટીમમાં સામેલ

BCCI એ U-19 મેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી!
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 09:21 AM IST

BCCI announces India Under-19 team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 મેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 થી 21 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં રમાશે. આયુષ મ્હાત્રેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ભારતીય અંડર-19 ટીમને એશિયા કપ માટે ગ્રુપ-A માં રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા સાથે પાકિસ્તાન પણ આ ગ્રુપમાં સામેલ છે, જ્યારે બે અન્ય ટીમો ક્વોલિફાયર દ્વારા ગ્રુપ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ B માં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને એક અન્ય ક્વોલિફાયર ટીમનો સમાવેશ થશે.

એશિયા કપમાં ભારતની મેચો

અંડર-19 એશિયા કપમાં આઠ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી શરૂ થશે. ઓપનિંગ મેચમાં, ટીમ ઈન્ડિયા દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર ક્વોલિફાયર 1 સામે ટકરાશે. તે જ દિવસે, પાકિસ્તાન ધ સેવન સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 3 સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ડિસેમ્બરે હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. 16 ડિસેમ્બરે ભારતીય ટીમ ક્વોલિફાયર 3 સામે ટકરાશે. દરેક ગ્રુપમાંથી ટોપની બે ટીમો 19 ડિસેમ્બરે યોજાનારી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. અને 21 ડિસેમ્બરે ફાઇનલ રમાશે.

એશિયા કપ માટે ભારતની અંડર 19 ટીમઃ

આયુષ મ્હાત્રે (C), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા (vc), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (wk), હરવંશ સિંહ (wk), યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલાન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દીપેશ, હેનીલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન, એરોન જ્યોર્જ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ:

રાહુલ કુમાર, હેમચુદેશન જે, બીકે કિશોર, આદિત્ય રાવત.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now