Home Gujarat Bavla Bagodara Highway Accident Truck Bolero Collision 2 Dead 4 Injured

બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત : ટ્રક અને બોલેરો અથડાતાં 4 લોકોના મોત 2 ઘાયલ

બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 11:59 AM IST

Accident on Bavla-Bagodara Highway : આજે વહેલી સવારે બાવળા–બગોદરા હાઇવે પર રામનગર નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. કેટરિંગ સ્ટાફને લઈ જતી પિકઅપ રસ્તા પર ઉભેલા ટ્રકના પાછળના ભાગે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનની આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ત્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં નરોડા, અમદાવાદના રહેતા જ્યોત્સનાબેન રાઠોડ અને અજય કટારાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પિકઅપમાં કુલ છ લોકો સવાર હતાં, જેમાંથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થવાથી તમામ ઇજાગ્રસ્તોને 108 ની મદદથી સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 2 ઇજાગ્રસ્ત 2 - imageહાલાત ગંભીર હોવાને કારણે સારવાર દરમિયાન વધુ બે ઈજાગ્રસ્તોના મોત થયા. આ રીતે અકસ્માતમાં કુલ ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. બાકી બે લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં જ બાવળા-ચાંગોદર 108 ટીમ અને બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે ટ્રક હાઇવે પર કેમ ઊભો હતો અને પિકઅપ કેવી રીતે નિયંત્રણ ગુમાવી અથડાઈ. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now