Home Gujarat Banaskantha Police Exuded Humanity

બનાસકાંઠા પોલીસે માનવતા મહેકાવી : હેડ કોન્સ્ટેબલની ફરજ પર મૃત્યુ થતા પોલીસ પરિવારે કરી આર્થિક મદદ

બનાસકાંઠા પોલીસે માનવતા મહેકાવી
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 07:11 AM IST

બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષથી અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ધાનેરા તાલુકાના શિયા ગામના વતની પ્રભુજી વસનાજી રાજપુતનુ તા .7જુલાઇ 2025 ના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હતા તે દરમ્યાન તેઓ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હતા. હેડ કોન્સ્ટેબલના મૃત્યુના કારણે સમગ્ર પંથકમાં શોક ફેલાય ગયો હતો. સાથે સાથે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પણ ભાવૂક થઈ ગયા હતા.

બનાસકાંઠા પોલીસે માનવતા મહેકાવી

બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોલીસ પરીવારના એક સારા કર્તવ્ય નિષ્ઠ પોલીસ કર્મીને ગુમાવ્યાનો વસવસો થતા તેમના પરીવારને ભવિષ્યમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના પરીવારને આર્થિક મદદ કરવાના આશયથી બનાસકાંઠા પોલીસ પરીવાર તરફથી સ્વ. પ્રભુજી વસનાજી રાજપુતના પરીવારને આર્થિક સહાય આપવામાં આવી હતી.

આર્થિક સહાય પેટે રૂ.11,23,401 આપ્યા

મૃતક હેડ કોન્સ્ટેબલ સ્વ. પ્રભુજી વસનાજી રાજપુતના પરીવારને આર્થિક સહાય પેટે રૂ.11,23,401જેટલો ફાળો બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.આ સાથે બનાસકાંઠા પોલીસે પરીવારને સાંત્વના અને ભવિષ્યમાં પણ જરૂર પડે ત્યારે મદદ કરવાની ખાતરી આપી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now