મધ્યપ્રદેશ સરકારની 'ડેસ્ટિનેશન કેબિનેટ મીટિંગ'માં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેવી અહિલ્યા બાઈની 300મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ખરગૌનના મહેશ્વરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં દારૂ પર પ્રતિબંધ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યના 17 શહેરોમાં દારૂ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ તમામ 17 ધાર્મિક શહેરો છે, જ્યાં હવે દારૂનું વેચાણ નહીં થાય. 1 એપ્રિલથી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. એટલું જ નહીં મધ્યપ્રદેશ હવે ધીમે ધીમે દારૂબંધી તરફ આગળ વધશે. હાલ ક્યાં ક્યાં દારૂબંધી લાગુ કરાશે તેની પર નજર કરીએ.
1. ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન
2. ઓમકારેશ્વર નગર પંચાયત
3. મહેશ્વર નગર પંચાયત
4. મંડલેશ્વર નગર પંચાયત
5. ઓરછા નગર પંચાયત
6. મૈહર નગરપાલિકા
7. ચિત્રકૂટ નગર પંચાયત
8. દતિયા નગરપાલિકા
9. પન્ના નગરપાલિકા
10. માંડલા નગરપાલિકા
11. મુલતાઈ નગરપાલિકા
12. મંદસૌર નગરપાલિકા
13. અમરકંટક નગર પંચાયત
14. સલ્કનપુર ગ્રામ પંચાયત
15. ગ્રામ પંચાયત બર્મનકલન, ગ્રામ પંચાયત લિંગા અને ગ્રામ પંચાયત બર્માનખુર્દ
16. કુંડલપુર ગ્રામ પંચાયત
17. બંદકપુર ગ્રામ પંચાયત





