એક બાજુ ભારતની પાકિસ્તાન પર કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં આતંકના આકાઓમાં સોંપો પડી ગયો છે. ત્યારે બીજી બાજુ પાકિસ્તાનની અંદર જ બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના 12 જવાનોને ફૂંકી માર્યા છે. બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના માચ કુંડ વિસ્તારમાં પાકિસ્તાની આર્મી પેટ્રોલિંગ પર હતી, પણ BLAના લશ્કરોએ રિમોટ-કંટ્રોલ IED વડે બલાસ્ટ કરતાં પાકિસ્તાની સેનાના 12 જવાનનાં મોત થયાં છે.
પાકિસ્તાનના 12 સૈનિકોનાં મોત
છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાન વિરુદ્ધ આઝાદીની જંગ લડી રહેલું સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ ફરી પાકિસ્તાન પર ઘાતક પ્રહાર કર્યો છે. તેવામાં ભારતના હુમલા બાદ બલૂચિસ્તાનના માચ કુંડ વિસ્તારમાં થયેલા હુમલાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. BLAના હુમલા બાદ ચારેકોર લાશોના ઢગલા જોવા મળી રહ્યા હતાં. આ હુમલા બાદ BLAએ પાકિસ્તાનને સીધો સંદેશ આપી દીધો છે, "હવે પાકિસ્તાનના જમીન પર પણ પાકિસ્તાનને શાંતિ નથી મળવાની!"
આઝાદી માટે લડી રહેલી BLAએ સ્પષ્ટ કરી દીધું છે કે પંજાબ સરકારનું દમન હવે નહીં ચાલે. અને એ પણ એવા સમયે જ્યારે પાકિસ્તાન હજુ ભારતના ઓપરેશન "સિંદૂર"ના ભયમાંથી બહાર નથી આવ્યું. જ્યાં 9 આતંકી ઠેકાણાંઓને ભારતે ફૂંકી માર્યા છે.
બહારથી ભારત, અંદરથી BLA!
પાકિસ્તાની સેનાના દમનથી ત્રાહિમામ બલૂચિસ્તાનના લોકોમાં ઉભરાતો ગૂસ્સો હવે પાકિસ્તાની સેના સહી રહી છે. છેલ્લા અનેક સમયથી પાકિસ્તાન BLA પર દમનકારી કબજો જમાવવાની કોશીશ કરી રહ્યું છ, પણ અહીં બલૂચિસ્તાન લિબરેશન આર્મીના ઘાતક હુમલાઓથી પાકિસ્તાની સેનાને હંમેશા પીછેહટ કરવી પડી છે.
BLA has once again claimed to have killed 12 Pakistani soldiers, stating that a Pakistani Army vehicle was targeted in an IED attack.
— Priyanshi Bhargava (@PriyanshiBharg7) May 8, 2025
The group also released a video of the attack on the Pakistani military vehicle.#operationsindoor #OperationSindoor #IndiaPakistanTensions… pic.twitter.com/uGW3K0YmVQ





