Home Automobile Bajaj Pulsar N150 Discontinued Company Removed It From Official Website

ભારતીય માર્કેટમાંથી બજાજ પલ્સરની વિદાય! : કંપનીએ સત્તાવાર વેબસાઈટ પરથી કેમ હટાવ્યું 'બાઈક'?

ભારતીય માર્કેટમાંથી બજાજ પલ્સરની વિદાય!
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2025, 06:54 AM IST

બજાજ ઓટોની પલ્સર લાઇનઅપ ભારતીય બજારમાં સૌથી લોકપ્રિય મોટરસાઇકલ બ્રાન્ડ્સમાંની એક છે. લોન્ચ થયા પછી, બજાજે પલ્સર સાથે ભારતમાં પ્રીમિયમ કોમ્યુટર સેગમેન્ટમાં પોતાની લોકપ્રિયતા મેળવી છે. જોકે, બધા પલ્સરને ગ્રાહકો તરફથી એકસરખો રિસ્પોન્સ નથી મળતો. આમાંથી એક બજાજ પલ્સર N150 છે જેને હવે બજાજની ઓફીશીયલ વેબસાઇટ પરથી દૂર કરવામાં આવ્યું છે. તો ચાલો તેના કારણ વિશે જાણીએ..

બાઇકનું વેચાણ થયું અડધું
બજાજની લાઇનઅપમાં અગાઉ બે 150cc ના પલ્સર હતા. તેમાં એક ક્લાસિક પલ્સર 150 અને બીજું પલ્સર N150 છે. એવામાં, મે 2025માં બજાજે ભારતમાં ક્લાસિક પલ્સર 150 અને પલ્સર N150 બંને મળીને કુલ 15,937 150cc પલ્સર વેચ્યા હતા. ત્યારે, મે 2024માં વેચાયેલા 29,386 યુનિટની સરખામણીમાં વેચાણ વાર્ષિક ધોરણે લગભગ અડધું થઈ ગયું છે.

આ હતું કારણ
બીજી તરફ, બજાજે આ જ સમયગાળા દરમિયાન 160cc પલ્સર N160 અને NS160ના 22,372 યુનિટ વેચ્યા હતા. જે દર્શાવે છે કે ખરીદદારો 150cc પલ્સર કરતાં 160cc પલ્સર તરફ વધુ રસ દર્શાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 150cc પલ્સરના તે 15,937 યુનિટમાંથી, ક્લાસિક પલ્સર 150 એ પલ્સર N150 કરતાં વધુ ફાળો આપ્યો હતો જેના કારણે કંપની ભારતીય બજારમાંથી પલ્સર N150 પાછી ખેંચવા માટે મજબુર થઈ હશે.

આવું છે પાવરટ્રેન
પાવરટ્રેન વિશે વાત કરીએ તો, પલ્સર N150 માં 149.68cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન છે જે મહત્તમ 14.3bhp પાવર અને 13.5Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોકસ સાથે જોડાયેલું હતું. તેમાં સિંગલ-ચેનલ ABS, 17-ઇંચ એલોય વ્હીલ્સ પર લપેટાયેલા 90-સેક્શન ફ્રન્ટ અને 120-સેક્શન રીઅર ટાયર અને સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now