Home Automobile Bajaj Dominar 350 Launched Price Features

₹37,000 ના ઘટાડા સાથે Bajaj Dominar 350 થઈ લોન્ચ! : જાણો આ બાઇકની કિંમત, પાવરફૂલ એન્જિન અને પ્રીમિયમ ફીચર્સ વિશેની માહિતી

Bajaj Dominar 350
Published by: Aryan Shah
Last Updated: Apr 14, 2026, 08:01 AM IST

Bajaj Dominar 350 : ટુ-વ્હીલર માર્કેટમાં જાણીતી કંપની Bajaj Auto એ રાઇડર્સ માટે એક ખુશખબર આપી છે. કંપનીએ તેની લોકપ્રિય ટુરિંગ બાઈક ડોમિનારને નવા 350cc એન્જિન સાથે લોન્ચ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ નવા મોડલની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જે તેને સામાન્ય લોકો માટે વધુ સુલભ બનાવે છે.

Bajaj Dominar 350 ની કિંમતમાં મોટો ઘટાડો અને GST નો લાભ

બજાજ ઓટોએ ડોમિનાર 400 માં નવું 350cc એન્જિન આપીને તેની કિંમતમાં ₹37,000 નો ધરખમ ઘટાડો કર્યો છે. અગાઉ ડોમિનાર 400 ની એક્સ-શોરૂમ કિંમત ₹2.40 લાખ હતી, જે હવે ઘટીને ₹2.03 લાખ થઈ ગઈ છે. આ કિંમત ઘટાડા પાછળનું મુખ્ય કારણ એન્જિનની ક્ષમતામાં ફેરફાર છે, જેના કારણે બાઇક હવે નીચા GST સ્લેબમાં આવે છે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે.

Bajaj Dominar 350 ની સ્પર્ધા અને માર્કેટમાં સ્થાન

નવી કિંમત સાથે બજાજ ડોમિનાર 350 હવે માર્કેટમાં ટ્રાયમ્ફ સ્પીડ 400 T4 જેવી બાઇક્સને સીધી ટક્કર આપશે. ₹2.03 લાખની એક્સ-શોરૂમ કિંમત સાથે બજાજે પ્રીમિયમ ટુરિંગ સેગમેન્ટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. જે રાઇડર્સ બજેટના કારણે ડોમિનાર લેવાનું ટાળતા હતા, તેમના માટે હવે આ એક સુવર્ણ તક છે.

Bajaj Dominar 350 નું પરફોર્મન્સ અને ફિચર્સ

ઘણા લોકોને પ્રશ્ન થાય કે, કિંમત ઘટી તો શું પરફોર્મન્સ ઘટ્યું હશે? બજાજના જણાવ્યા મુજબ, નવી 350cc માં એ જ પાવર, ફીચર્સ અને લાંબા અંતરની સફર કરવાની ક્ષમતા છે જેના માટે ડોમિનાર જાણીતી છે. આ બાઇક ટુરિંગ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે, જે પાવર અને કમ્ફર્ટનું અદભૂત કોમ્બિનેશન છે.

Bajaj Dominar 350 દૈનિક મુસાફરી અને એડવેન્ચર માટે શ્રેષ્ઠ

બજાજ ડોમિનાર 350 ને એક ઓલરાઉન્ડર બાઇક તરીકે જોવામાં આવે છે. Bajaj Dominar 350 માત્ર શહેરની ભીડભાડમાં દૈનિક મુસાફરી માટે જ નહીં, પણ લાંબા રસ્તાઓ પર એડવેન્ચર ટ્રિપ્સ માટે પણ એટલી જ સક્ષમ છે. કંપનીનું લક્ષ્ય સ્પોર્ટ્સ અને ટુરિંગ મોટરસાયકલિંગને ભારતના વધુ લોકો સુધી પહોંચાડવાનું છે.

કંપનીનો અભિગમ : પ્રમુખનું નિવેદન

બજાજ ઓટો લિમિટેડના પ્રમુખ સારંગ કનાડેએ જણાવ્યું હતું કે, ડોમિનાર હંમેશા તેના પાવરફુલ ટુરિંગ DNA માટે ઓળખાય છે. નવા 350cc એન્જિન સાથે અમે ગ્રાહકોને એ જ દમદાર એક્સપિરિયન્સ ખૂબ જ ઓછી કિંમતે આપી રહ્યા છીએ. આ ભારતમાં ટુરિંગ મોટરસાયકલિંગના લોકશાહીકરણ તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now