Home Sports Bad News For This Indian Player Involved In The Ipl 2026 Auction

IPL 2026 ની ઓક્શનમાં સામેલ આ ભારતીય ખેલાડી માટે ખરાબ સમાચાર! : બોલિંગ પર લાગી શકે છે બેન!, જાણો સંપૂર્ણ માહિતી

IPL 2026 ની ઓક્શનમાં સામેલ આ ભારતીય ખેલાડી માટે ખરાબ સમાચાર!
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 01:32 PM IST

List of players with questionable bowling action: IPL 2026 ની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે, જ્યાં 10 ટીમો 77 ખાલી જગ્યાઓ માટે બોલી લગાવશે. BCCI એ શોર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓ જાહેર કર્યા છે, જેમાં ભારતીય ઓલરાઉન્ડર દીપક હુડાનો પણ સમાવેશ થાય છે. જોકે, ઓક્શન પહેલા જ તેમના માટે ખરાબ સમાચાર આવ્યા છે, તેઓ શંકાસ્પદ બોલિંગ એક્શન ધરાવતા ખેલાડીઓની લિસ્ટમાં છે. જો IPL ટીમ દ્વારા તેમની પસંદગી કરવામાં આવે છે, તો તેમને 2026 માં બોલિંગ કરવા પર બેન મૂકવામાં આવી શકે છે. 30 વર્ષીય દીપક હુડા, જે હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજસ્થાન માટે રમે છે, તે અગાઉના IPL સિઝનની જેમ જ શંકાસ્પદ કેટેગરીમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 16 ડિસેમ્બરની ઓક્શન પહેલા શનિવારે IPL ફ્રેન્ચાઇઝીઓને હુડાની બોલિંગ એક્શન વિશે માહિતી આપી છે.

દીપક હુડાની બોલિંગ પર જોખમ

દીપક હુડા પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિન બોલિંગ કરે છે. તેને છેલ્લી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સાત મેચ રમી હતી, પરંતુ તેમાંથી એક પણ બોલિંગ કરી ન હતી. ત્યારથી તેને BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં 6 ઓવર ફેંકી છે. હુડાએ છેલ્લી બોલિંગ 8 ડિસેમ્બરે ઝારખંડ સામે કરી હતી, જ્યાં તેને ત્રણ ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. જો તેને ફરીથી શંકાસ્પદ એક્શન માટે બોલાવવામાં આવે છે, તો તેની બોલિંગ પર IPL માં ફરી બેન લાગી શકે છે.

IPL 2026 ની ઓક્શનમાં દીપક હુડ્ડા

IPL ઓક્શનમાં દિપક હુડ્ડા ઓલરાઉન્ડર કેટેગરીમાં છે, જેની બેઝ પ્રાઇસ ₹75 લાખ છે. 2015 માં રાજસ્થાન રોયલ્સથી રમતા IPL માં પ્રવેશ કર્યા પછી, તેને પાંચ ટીમો (RR, SRH, PBKS, LSG, CSK) માટે કુલ 125 મેચ રમી છે. જેમા તેમણે કુલ 1,496 રન બનાવ્યા છે અને 10 વિકેટ લીધી છે. હુડ્ડાએ ભારત માટે 10 ODI અને 21 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં અનુક્રમે 153 અને 368 રન બનાવ્યા છે. IPL ઓક્શન પહેલા આ સમાચાર તેમના માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now