Home International Baba Vanga Predictions On Earthquake Tsunami India Japan Russia Hits By Natural

શું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે? : આ દેશમાં ભયંકર ભૂકંપ!, ભારત પર પણ આફતનો ખતરો?

શું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે?
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 01:14 PM IST

Baba Vanga Predictions 2025: રશિયામાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો છે. તેને અત્યાર સુધીનો સૌથી ખતરનાક ભૂકંપ માનવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.7 થી 8.8 ની વચ્ચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ભૂકંપ રશિયાના કમચટકા દ્વીપકલ્પમાં આવ્યો છે. ત્યારબાદ અમેરિકાથી જાપાન સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.


બાબા વેંગાની આગાહી સાચી પડી!

અલાસ્કા અને કામચટકા અમેરિકા અને રશિયાના પરમાણુ શસ્ત્રોના સ્થાનો છે. જાપાનમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટ ખાલી કરાવવામાં આવ્યો છે. જો જાપાનમાં સુનામી આવે છે, તો તે ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓને પણ અસર કરી શકે છે. આ પરિસ્થિતિ આપણને પ્રખ્યાત બાબા વેંગા (baba vanga predictions)ની આગાહીની યાદ અપાવે છે, જેમાં તેમણે કહ્યું હતું કે, 2025-2026 દરમિયાન પૃથ્વી ધ્રુજી જશે અને ભયંકર આફતો આવશે. પૂર અને ભૂકંપ જેવી વિનાશક પરિસ્થિતિઓ શરૂ થઈ ગઈ છે. બાબા વેંગાએ માત્ર ભૂકંપ જ નહીં પરંતુ યુરોપમાં મોટા યુદ્ધની પણ આગાહી કરી હતી.


વિશ્વના સૌથી મોટા ભૂકંપ

ભૂકંપ સૌથી વિનાશક આફતોમાંની એક છે. 1960માં ચિલીના બાયોબાયોમાં 9.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 1,655 લોકો માર્યા ગયા હતા અને લગભગ 20 લાખ લોકો બેઘર થયા હતા. 1952માં રશિયાના કમચાટકામાં 9.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 2011માં જાપાનમાં 9.1 તીવ્રતાનો ભૂકંપ અને સુનામીમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા હતા.


ભારતનો અત્યાર સુધીનો સૌથી ભયાનક ભૂકંપ

ભારતમાં 1950માં અરુણાચલ પ્રદેશમાં 8.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે જમીનમાં ઊંડી તિરાડો પડી ગઈ હતી અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું હતું. જેમાં 780 લોકો માર્યા ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video