Home Entertainment Avneet Kaur Plastic Surgery Botox Rumors Reaction

અવનીત કૌરે આપ્યો જડબાતોડ જવાબ : પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર તોડ્યું મૌન

Avneet gave a clear response to the rumors about Botox and surgery
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 16, 2026, 11:59 AM IST

પ્લાસ્ટિક સર્જરી કરાવી છે? અવનીત કૌરે ટ્રોલ્સને આપ્યો જવાબ, કહ્યું- 'બધું જ નેચરલ છે'

સોશિયલ મીડિયા સેન્સેશન અને બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર હાલમાં તેના લુકને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડી રહી હતી કે અવનીતે પોતાના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી અથવા બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવી છે. હવે અભિનેત્રીએ આ મામલે મૌન તોડતા સ્પષ્ટતા કરી છે.

ઉંમર વધવાને કારણે ફીચર્સ બદલાયા

એક તાજેતરના ઈન્ટરવ્યુમાં અવનીતે જણાવ્યું કે, તે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે માત્ર 7 કે 8 વર્ષની હતી. લોકોએ તેને બાળ કલાકાર તરીકે જોઈ છે. હવે તે 23 વર્ષની થઈ ગઈ છે. અવનીતે કહ્યું, "જો તમે તમારા બાળપણના ફોટા અત્યારના ફોટા સાથે સરખાવો, તો તમારામાં પણ બદલાવ જોવા મળશે. ઉંમર વધવાની સાથે ચહેરાના ફીચર્સ બદલાવા એ એક સામાન્ય પ્રક્રિયા છે."

આ પણ વાંચો: ફિલ્મ જ નહીં રીયલ લાઈફમાં પણ મંજુલિકાનો જોરદાર ખોફ | આ અભિનેતાના પુત્રએ 6 વર્ષ સુધી વિદ્યા બાલન સાથે મળવાનું ટાળ્યું, જાણો આખો કિસ્સો | Offbeat Stories

સર્જરીની વાતને નકારી

અવનીતે પ્લાસ્ટિક સર્જરી કે બોટોક્સની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેણે કહ્યું કે તેણે નાક કે હોઠની કોઈ સર્જરી કરાવી નથી. તેણે ઉમેર્યું, "મારી આંખો, નાક અને અન્ય ફીચર્સ બધું જ નેચરલ છે. આ લુક મને મારી મમ્મી તરફથી મળ્યો છે. હું કોઈ સર્જરીમાં માનતી નથી, બસ મારી સ્કિનનું ધ્યાન રાખું છું."

વર્ક ફ્રન્ટ

અવનીત કૌર છેલ્લે ફિલ્મ 'લવ ઈન વિયેતનામ' (Love in Vietnam) માં જોવા મળી હતી. તે અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેના કારણે તે સતત લાઈમલાઈટમાં રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now