Home Automobile Automobile Utitity When Is Necessary To Change Tyre Of Vehicle

કારના ટાયરની લાઈફ કેટલી હોય છે? : ટાયર ક્યારે બદલવા જોઈએ?

કારના ટાયરની લાઈફ કેટલી હોય છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2025, 06:14 PM IST

કારના ટાયરનો લાઈફ સ્પાન કેટલો હોય છે અને તેને ક્યારે બદલવા જોઈએ તે જાણવું દરેક કારચાલક માટે મહત્વપૂર્ણ છે.  ટાયરની સ્થિતિ સીધી વાહનની સુરક્ષા, હેન્ડલિંગ અને માઇલેજને પ્રભાવિત કરે છે.આવો જાણીએ ટાયરની લાઈફ, તેને બદલવાનો યોગ્યસમય અને ખરાબ ટાયરના જોખમ.

ટાયરની લાઈફ કેટલી હોય છે?

સામાન્ય રીતેકારના ટાયરનો લાઈફ સ્પાન 40,000 થી 50,000 કિલોમીટરની વચ્ચે હોય છે.  જોકે, ટાયરની ઉંમર ડ્રાઇવિગ સ્ટાઇલ, રસ્તાની સ્થિતિ અને દેખરેખ પર આધાર રાખે છે.

ક્યારે બદલવા જોઈએ ટાયર?


ટાયર બદલવાનો યોગ્ય સમય જાણવા માટે નીચેના સંકેતો પર ધ્યાન આપો:

  1. કિલોમીટર અનુસાર – 40,000-50,000 કિલોમીટર વચ્ચે ટાયર બદલવાની સલાહ આપવામાં આવે છે.
  2. સમય અનુસારભલે કાર ઓછી ચલાવાઈ હોય, પરંતુ ટાયરની રબર 4-5 વર્ષ પછી નબળી થઈ જાય છે, તેથી તેને બદલવાં જોઈએ.
  3. ટાયરમાં ભંગાણ અથવા કટજો ટાયર ક્યાંકથી ફાટ્યું હોય અથવા તેમાં ભંગાણ દેખાય, તો તેને તરત જ બદલવું જોઈએ.
  4. બબલ  જો ટાયરમાં બબલ દેખાય તો તેને બદલવું જોઈએ, નહીં તો ફાટવાનો ભય રહે છે.
  5. સંતુલન (Balancing) સમસ્યાજો ડ્રાઇવિંગ દરમિયાન ગાડી અસ્થિર લાગે, તો ટાયર ચેક કરાવવા જોઈએ.ન

ખરાબ ટાયરથી થતી મુશ્કેલીઓ

     રસ્તા પર પકડ નબળી થઈ જાય છે, જેના કારણે બ્રેકિંગ પર અસર પડે છે.

     વરસાદમાં ગાડી પલટી જવાની શક્યતા વધે છે.

     ચાલતા ટાયર ફાટી શકે છે, જે મોટાઅકસ્માતનું કારણ બની શકે છે.

જો તમે તમારા કારના ટાયર સમયસર બદલાવશો, તો તમારી ગાડીનું પ્રદર્શન સારું રહેશે અને તમારી અને તમારા વાહનની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now