ભારતમાં 100cc થી 125cc ના બાઇકની માંગ પહેલા થી ખૂબ વધારે રહી છે. આ સેગમેન્ટ ખૂબ મોટું છે અને ગ્રાહકોની કોઈ અછત નથી. આ સેગમેન્ટમાં TVS Sport એ શરૂઆતના વેચાણમાં ઝડપ પકડી હતી, પરંતુ હવે આ બાઈકના વેચાણમાં ઘટાડો જોવા મળે છે. TVS Sport એ ગયા મહિને 8717 યુનિટનું વેચાણ કર્યું. જ્યારે ગયા વર્ષે આજ સમયગાળામાં 11619 યુનિટો વેચ્યા હતા, એવામાં આ વખતે આ બાઈકના 2902 યુનિટ ઓછા વેચાયા છે. અને વર્ષે ને વર્ષે ગ્રોથમાં 25%નો ઘટાડો થતો જોવા મળે છે. જૂન મહિનામાં Sport બાઇકનું માર્કેટ 3.10% નું જ રહ્યું હતું. આ બાઇકના ઓછા વેચાણ માટેના કયા કારણો છે?
એન્જિન અને પાવર
TVS Sport એક કોમ્પેક્ટ અને શક્તિશાળી બાઇક છે, તેમાં ET-Fi, 110cc એન્જિન છે જે 8.29PS પાવર અને 8.7Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ગિયરબોક્સ છે. આ એન્જિન સ્મૂથ અને ઝડપી છે. બાઇકની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. આ બાઇકમાં 10 લિટરની ફ્યુઅલ ટાંકી છે. આ બાઇક એક લિટરમાં 80 કિમી (ARAI) માઇલેજ આપે છે.
આ છે મુખ્ય કારણ:
TVS Sportના વેચાણમાં કેમ ઘટાડો થયો? TVS Sport ને લોન્ચ થયાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ આ બાઇકની ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળ્યા નથી. તેનું માળખું અને ચેસિસ પણ સમાન છે. આ બાઇકને ફક્ત ગ્રાફિક્સ અને કેટલીક સુવિધાઓ અપડેટ કરીને રજૂ કરવામાં આવી છે. હવે આ કિસ્સામાં, ગ્રાહકોને આ બાઇકમાં કંઈ નવું જોવા મળ્યું નથી. બજારમાં ઘણા મોડેલો છે જે સમય સાથે અપગ્રેડ થયા છે. આ એક કારણ છે કે બાઇકનું વેચાણ ઘટી રહ્યું છે. TVS તરફથી Sport માં કેટલાક નવા ફેરફારો જોવા મળશે તેવી આશા છે.





















