Home Automobile Automobile News Maruti Suzuki Sales Ratio Brezza Ertiga Fronx Grand Vitara Invicto Jimny Xl6 Baleno Celerio Dzire Ignis Swift Wagonr

Maruti Suzuki ની પ્રીમિયમ હેચબેક કારના વેચાણમાં થયો વધારો : પણ SUVના વેચાણમાં કેમ ઘટાડો?

Maruti Suzuki ની પ્રીમિયમ હેચબેક કારના વેચાણમાં થયો વધારો
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 08:40 AM IST

Maruti Suzuki ની ભારતમાં સૌથી વધુ કાર વેચાણ કરતી કંપની છે. કંપનીએ ગયા મહિને 1,80,526 કારોનું વેચાણ કર્યું હતું. અને દરેક મહિને વેચાણમાં વધારો-ઘટાડો જોવા મળે છે. પરંતુ આ વખતની સેલ્સ રિપોર્ટ થોડીક ચોંકાવનારી છે. ગયા મહિને હેચબેક કારોનું ખૂબ વેચાણ થયું અને જ્યાં SUV ની કારોનું વેચાણ ઓછું થયું છે.

કઈ પ્રીમિયમ હેચબેક કારોના વેચાણમાં વધારો:

Suzuki ની Baleno, Celerio, Dzire, Ignis, Swift અને WagonR નું ગયા મહિને 65,667 યુનિટનું વેચાણ થયું હતું. જયારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 58,682 યુનિટનું વેચાણ કર્યું હતું. એવામાં આ વર્ષે હેચબેક અને સેડાન કારના વેચાણમાં મારુતિ સુઝુકીએ સારો ગ્રોથ કર્યો જોવા મળે છે. એટલું જ નહીં FY 2024-25 માં જ્યાં કંપનીએ ગયા વર્ષે 2,47,890 યુનિટનું વેચાણ કર્યું હતું. જે આ વર્ષે 2,42,937 યુનિટનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષની તુલનામાં ઓછું છે. મારુતિની જોડે હાલમાં સૌથી વધારે પ્રીમિયમ હેચબેક કારો છે. વધારે વિકલ્પ હોવાના કારણે ગ્રાહકો એક મોડલને છોડીને બીજું મોડલ પસંદ કરી લે છે.અને તેના સિવાય જુલાઇમાં મળનારી ઓફરો અને ડિસ્કાઉન્ટના કારણે વેચાણમાં વધારો થયો છે.

SUVs ના વેચાણમાં ઘટાડો;

Brezza, Ertiga, Fronx, Grand Vitara, Invicto, Jimny અને XL6 ની ગયા મહિને 52,773 યુનિટનું વેચાણ કર્યું હતું. જયારે ગયા વર્ષે આ જ સમયગાળામાં56,302 યુનિટનું વેચાણ કર્યું હતું. એવામાં આ વર્ષે SUV કારોમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં FY 2024-25 માં જ્યાં કંપનીએ ગયા વર્ષે 2,19,432 યુનિટનું વેચાણ કર્યું હતું. તે આ વખતે 2,14,641 યુનિટનું છે જે ગયા વર્ષની તુલનામાં ઓછું છે. Brezza, Ertiga, Fronx, Grand Vitara, Invicto, Jimny અને XL6 નું વેચાણ એટલું સારું નથી રહ્યું જેટલું કંપનીને આશા હતી. આજ કારણ હોઇ શકે કે SUV ની કારોમાં મારૂતિને નિરાશ કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now