Home Automobile Automobile News Maruti Suzuki Is Now Preparing To Launch A Hybrid Car Soon

મારુતિ સુઝુકીની આ હાઇબ્રિડ કાર... : તેની કિંમત, પાવર અને માઇલેજ વિશે માહિતી જાણો!

મારુતિ સુઝુકીની આ હાઇબ્રિડ કાર...
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 07:48 AM IST

મારુતિ સુઝુકી ભારતમાં તેના હાઇબ્રિડ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપની તેની હાલની કાર અને એસયુવીને હાઇબ્રિડ સાથે લાવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં અને આવતા વર્ષ દરમિયાન, કંપની ગણા મોડલોને હાઇબ્રિડ વર્ઝનથી રજુ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, કંપની 2026 ની શરૂઆતમાં Fronx નું હાઇબ્રિડ મોડેલ લાવી રહી છે.

અપેક્ષિત કિંમત

Fronx Hybrid ની કિંમતને લઈને કંપનીએ કોઈ જવાબ તો આપ્યો નથી પરંતુ, માનવામાં આવે છે કે, આ કારને 10 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. અને તેના ટોપ મોડલની કિંમત 15 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. હાલમાં, Fronx ની સ્ટાન્ડર્ડ કિંમત રૂ. 7.51 લાખથી શરૂ થાય છે.

એન્જિન અને પાવર

નવી Fronx Hybridમાં હાઇબ્રિડ સિસ્ટમ સાથે 1.2-લિટર Z12E 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળવાની અપેક્ષા છે. જેમાં એન્જિન બેટરી (1.5-2 kWh) ચાર્જ કરે છે, અને ઇલેક્ટ્રિક મોટર વ્હીલ્સને પાવર આપે છે. કારમાં 6-સ્પીડ ગિયરબોક્સ હશે. અહેવાલો અનુસાર, આ કારનું માઇલેજ લગભગ 35kmpl હશે.

ડિઝાઇનમાં નવીનતા

Fronx Hybridના બાહ્ય ડિઝાઇનમાં બહુ ફેરફાર થશે નહીં. હાઇબ્રિડ લોગો ચોક્કસપણે જોવા મળશે. આ સિવાય, તેના આંતરિક ભાગમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. તેમાં 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. આ ઉપરાંત, કારમાં હેડ-અપ ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર અને ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ જોવા મળી શકે. સલામતી માટે, કારમાં 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને સ્માર્ટ રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now