Home Automobile Automobile News Mahindra Will Launch These Four Compact Suvs Soon These Compact Suvs Will Focus On Hybrids And Evs

મહિન્દ્રાની આ ચાર કાર 15 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે! : આ કોમ્પેક્ટ એસયુવી હાઇબ્રિડ અને EV પર ફોકસ કરશે.

મહિન્દ્રાની આ ચાર કાર 15 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે!
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 01:19 PM IST

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં ફ્રીડમ NU ઇવેન્ટમાં Vision.T, Vision.S, Vision.SXT અને Vision.X નામની ચાર નવી કોન્સેપ્ટ SUV રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ કોન્સેપ્ટ મહિન્દ્રાના નવા Freedom_NU પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. આ ઇવેન્ટમાં નવા પ્લેટફોર્મને પણ રજૂ કરવામાં આવશે, જે પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક સહિત વિવિધ એન્જિન સાથે આવશે.

FREEDOM NU Vision કોન્સેપ્ટ્સ યુકેમાં મહિન્દ્રા એડવાન્સ્ડ ડિઝાઇન યુરોપ (MADE) સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં, ભારતમાં એકદમ નવા મહિન્દ્રા ઇન્ડિયન ડિઝાઇન સ્ટુડિયો (MIDS) ખોલવામાં આવ્યા છે. આ ચાર SUV મહિન્દ્રાના નવા Freedom_NU પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, જેનું ઉત્પાદન કંપનીના પુણેમાં ચાકણ પ્લાન્ટમાં આ ચાર કોન્સેપ્ટ્સ સાથે કરવામાં આવશે. મહિન્દ્રાના ચારેય કોન્સેપ્ટ વાહનો કંપનીના નવા Freedom NU પ્લેટફોર્મ પર આધારિત હશે.

Vision.X ચારેય કોન્સેપ્ટ મોડલોમાં સૌથી અલગ ડિઝાઇન ઘરાવે છે. આ પ્રકારની ડિઝાઇન કોમ્પેક્ટ SUV અથવા ક્રોસઓવર પણ હોઈ શકે છે. Vision.T અને Vision.SXT હાર્ડકોર ઓફ-રોડર્સ જેવા દેખાય છે કારણ કે બંનેમાં હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મોટા ટાયર છે. આ બંને કોન્સેપ્ટ મહિન્દ્રાની લાઇન-અપ થાર રેન્જમાં જોઈ શકાય છે. બંનેમાં નાના, ચોરસ ટેલ લેમ્પ્સ જોઈ શકાય છે. Vision.S પણ એક મજબૂત SUV છે.પરંતુ Vision.T અને Vision.SXT ની તુલનામાં તેની ડિઝાઇન વધુ અર્બન ક્લાસ છે.

મહિન્દ્રા આ ચાર SUV ના આધારે ભારતમાં તેની પકડ મજબૂત કરવા માંગે છે. હાલમાં, ટાટા મોટર્સની SUVs ને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મહિન્દ્રાએ તેની ડિઝાઇન અને સુવિધાઓ પર પણ પહેલા કરતા વધુ સારું કામ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે કંપનીની આવનારી આ SUV ભારતમાં કેટલી ધમાલ મચાવે છે. એટલું જ નહીં, આ વખતે મહિન્દ્રાની ડિઝાઇનિંગ ટીમનું અંતિમ આઉટપુટ શું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now