Home Automobile Automobile News Know About This Bike Kawasaki Klx 230 Features And Price Information

Kawasaki KLX 230 ભારતમાં લોન્ચ : ફીચર્સ અને એન્જિન વિશેની માહિતી જાણો

Kawasaki KLX 230 ભારતમાં લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 06:55 AM IST

જાપાનની ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Kawasaki ભારતમાં ગણા સેગમેન્ટમાં બાઇક વેચે છે. અહેવાલો અનુસાર, કંપનીએ ભારતમાં 2025 Kawasaki KLX 230 લોન્ચ કરી છે. ખાસ વાત એ છે કે તેની કિંમતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. Kawasaki ની બાઇકની કિંમત, એન્જિન, અને ફીચર્સની માહિતી જાણો.

Kawasaki KLX 230

Kawasaki એ ભારતીય બજારમાં 2025 Kawasaki KLX 230 લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પહેલાં આ બાઇક 3.3 લાખ રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે ઓફર કરવામાં આવી હતી. પરંતુ 2025 Kawasaki KLX 230 લોન્ચ થયા પછી, તેની એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ બાઇક રસ્તા પર ચાલી શકશે નહીં

Kawasaki ની આ બાઇક ભારતમાં રસ્તા પર ચલાવી શકાશે નહિ. તેનું કારણ એ છે કે આ બાઇક ખાસ કરીને એવા લોકો માટે લોન્ચ કરવામાં આવી છે જેમને ઓફ-રોડિંગ ગમે છે. આ બાઇકમાં ORVM, હેડલાઇટ, ઇન્ડિકેટર, ગ્રેબ રેલ જેવા ગણા નથી, જે રોડ બાઇક માટે ફરજિયાત હોય છે.

એન્જિનની પાવર કેટલી છે?

આ બાઇકમાં 233cc ક્ષમતાનું સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. આ એન્જિન બાઇકને 17.85bhp પાવર અને 18.3 ન્યૂટન મીટર ટોર્ક આપે છે. આ સાથે, બાઇકમાં છ સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.

ખાસ વાત શું છે?

આ બાઇક Kawasaki દ્વારા સંપૂર્ણપણે એડજસ્ટેબલ સસ્પેન્શન, વધુ સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, વધુ સસ્પેન્શન ટ્રાવેલ, ઓફ-રોડિંગ ટાયર સાથે સ્પોક વ્હીલ્સ જેવી સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now