Home Automobile Automobile News Know About The Royal Enfield Features And New Color Options

Royal Enfield એ લોન્ચ કરી આ નવી બાઇક : જાણો ફીચર્સ અને નવા કલર વિકલ્પો વિશે

Royal Enfield એ લોન્ચ કરી આ નવી બાઇક
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 10:46 AM IST

Royal Enfieldએ સૌથી સસ્તી બાઇક Hunter 350 ને એક નવા અવતારમાં રજુ કરવામાં આવી છે. આ બાઇકને નવો કલર વિકલ્પ Graphite Grey માં પણ જોવા મળશે. જાણો તેના નવા કલર વિકલ્પ, અને તેના ફીચર્સની માહિતી.

નવી hunter ના ફીચર્સ

નવી રોયલ એનફિલ્ડ હન્ટરમાં ગણા નવા ફીચર્સ સામેલ છે, જેમાં LED હેડલેમ્પ્સ, ટ્રિપર નેવિગેશન પોડ અને ટાઇપ-C USB ચાર્જિંગ પોર્ટ ઉપલબ્ધ છે. આ સિવાય સીટને હાઈ ડેન્સિટી ફોમ સાથે અપડેટ કરવામાં આવી છે. આ સુવિધાઓ રાઇડરના અનુભવને વધારે છે, જે ખાસ કરીને લાંબી સવારી માટે યોગ્ય છે. આરામદાયક સવારી માટે બાઇકમાં પાછળના ભાગમાં નવું સસ્પેન્શન મળે છે જે વધુ સારી બેસવાની સુવિધા છે.

Royal Enfield Hunter ની પાવર અને બુકિંગ

એન્જિન વિશે વાત કરીએ તો, હન્ટર 350 માં 349cc J-સિરીઝ એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે. આ પાવરટ્રેન 20.2 bhp અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપ આસિસ્ટ ક્લચ સાથે આવે છે. Hunter 350 માં કુલ 7 કલરના વિકલ્પો મળવાના છે. જેમાં Factory Black, Graphite Grey, Dapper Grey, Rio White, Tokyo Black, London Red, અને Rebel Blue જોવા મળી શકે છે. Graphite Grey નવા કલર એડિશનનું બુકિંગ Royal Enfield ની ડીલરશીપ, સત્તાવાર વેબસાઇટ અને એપ દ્વારા શરૂ થઈ ગયું છે. Graphite Grey વેરિઅન્ટ મેટ ફિનિશ સાથે આવે છે, જે બાઇકને ખૂબ જ આકર્ષક દેખાવ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now