Home Automobile Automobile News Hyundai Is Offering Bumper Discounts On These Cars

Hyundai ની આ કારોમાં મોટી બચત! : જાણો કઈ કારમાં કેટલો ફાયદો!

Hyundai ની આ કારોમાં મોટી બચત!
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 10:23 AM IST

જો તમે આ મહિનામાં હ્યુન્ડાઇ કંપનીની કોઈ સારી કાર ખરીદવાનું વિચારી કરી રહ્યા છો, તો આ તક તમારા માટે છે. હ્યુન્ડાઇ કંપની તમારા માટે લાવી છે, તેની કેટલીક કારોમાં ભારી છૂટ આપી રહી છે. તો જાણો કઈ કારના ક્યાં મોડલમાં કેટલાની બચત?

Hyundai Tucson: 1 લાખ ની બચત

હ્યુન્ડાઇએ તેની પ્રીમીયમ SUV Tucson માં આ મહીને એક લાખ રૂપિયાની છૂટ આપવામાં આવી છે. આ છૂટમાં 50000 નું કેશ ડિસ્કાઉન્ટ અને 50000 નું scrappage બોનસ સામેલ છે. Tucson 2.0L એન્જિન દ્વારા સંચાલિત છે. Tucson ની એક્સ-શોરૂમ કિંમત 29.27 લાખ રૂપિયાથી 36.04 લાખ રૂપિયા સુધીની છે.

Hyundai Venue: 85 હજારની બચત

હ્યુન્ડાઇએ તેની કોમ્પેક્ટ SUV Venue માં આ મહીને 85 હજારનું ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. આ કારમાં 1.0L અને 1.2L નું પેટ્રોલ એન્જીન મળે છે. Venue ની કિંમત 7.94 લાખથી શરુ થાય છે. આ કારમાં જગ્યા પણ ખુબ મળી રહે છે. કંપની જલ્દી તેનું નવું મોડલ લોન્ચ કરવાની છે.

Hyundai Exter: 85 હજારની ડિસ્કાઉન્ટ

હ્યુન્ડાઇએ તેની કોમ્પેક્ટ SUV Exter માં સારી એવી ઓફર આપી રહી છે. જેમાં 1.2L નું પેટ્રોલ એન્જીન મળી રહે છે. 5 લોક બેસી શકે એટલી જગ્યા મળી રહે છે. Exter ની એક્સ-શોરૂમ કિંમત 6 લાખથી શરુ થઈને 10.51 લાખ સુધીની છે. સીટીમાં ચલાવા માટે આ એક કાર સારો વિકલ્પ છે.

Hyundai Aura: 45000 ની બચત

હ્યુન્ડાઇએ તેની કોમ્પેક્ટ સેડાન કાર Aura માં 45000 હજારની છૂટ આપવામાં આવી છે. આ કારમાં તમને CNG નો વિકલ્પ પણ મળી રહે છે. Aura ની કિંમત 6.54 લાખથી 9.11 લાખ સુધીની છે.

આ કારમાં પણ ડિસ્કાઉન્ટ

હ્યુન્ડાઇની i20 માં 70 હજારની છૂટ આપવામાં આવી છે, આ કારની કિંમત 7.51 લાખથી શરુ થાય છે. તેના સિવાય Verna માં 65000 ની છૂટ આપવામાં આવી છે અને Alcazar માં 60000 નું ભારી બચત થઇ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now