Home Automobile Automobile News Huge Discounts On These Cars From Tata To Kia

Tata થી લઈને KIA સુધીની આ કારમાં જોરદાર છૂટ! : 50,000 થી 10,00,000 સુધીનું જબરદસ્ત ડિસ્કાઉન્ટ

Tata થી લઈને KIA સુધીની આ કારમાં જોરદાર છૂટ!
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 07:33 AM IST

2025 ના તહેવારોની સીઝન પહેલા, લગભગ બધી મોટી ઇલેક્ટ્રિક કાર કંપનીઓ તેમના મોડલો પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઓગસ્ટ મહિનો તમારા માટે સુવર્ણ તક સાબિત થઈ શકે છે. ડિસ્કાઉન્ટની કિંમત મોડલ અને શહેરના પ્રમાણે બદલાઈ શકે છે.

Kia EV6

Kia EV6 હવે માત્ર GT-Line AWD વેરિએન્ટમાં મળી રહી છે. તેમાં મોટી અને સારી બેટરી પેક, નવી ડિઝાઇન અને અપડેટેડ ઇન્ટિરિયર છે. આ કાર પર 10 લાખ રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Mahindra XUV400

Mahindra XUV400 ને સ્ટોક ક્લિયરન્સ માટે ઓફરમાં ઉપલબ્ધ કરી છે. આ કાર પર 3 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે.

MG ZS EV અને Comet EV

MG ZS EV પર 2.5 લાખનું ડિસ્કાઉન્ટ અને Comet EV ના વેરિએન્ટના આધારે તેના પર 50,000 થી 60,000 સુધીની છૂટ આપવામાં આવી છે.

Citroen eC3

SUV જેવા દેખાવ અને 2540mm વ્હીલબેઝ સાથે, Citroen eC3 ની આ કારનું ઓછા વેચાણને કારણે, ડીલરશીપ તેના પર 1.25 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે.

Tata EV

Tata Motors ની EV રેન્જમાં Tiago EV, Punch EV, Nexon EV, Curvv અને હાલમાં લોન્ચ થયેલી Harrier EVનો સમાવેશ થાય છે. Tiago EV જેવી કાર પર કેટલીક જગ્યાએ 1 લાખ રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now