કોમ્પુટર બાઇકની ડિમાન્ડ ભારતમાં ખૂબ વધુ જોવા મળી રહી છે. 100cc થી લઈને 125cc ની બાઇકની માઈલેજ અને પ્રદર્શનમાં ખૂબ સારું જોવા મળે છે. વજનમાં હલકી હોવાને કારણે તે ટ્રાફિકમાં રાઈડ કારવમાં કોઈ પણ મુશ્કેલી નથી પડતી. હાલમાં હોન્ડાએ તેની બે નવી બાઇક બજારમાં લાવ્યા છે. અને હીરો તેની નવી બાઇક લોન્ચ કરવાની ત્યારીમાં છે.
Hero Glamour 125

હીરો મોટોક્રોપ ભારતમાં નવી ગ્લેમર 125 ને લોન્ચ કરવાની ત્યારી છે. આ બાઈકમાં ગણા મોટો બદલાવ થઈ શકે તેવી શક્યતા રહેલી છે. નવી ગ્લેમરમાં નવા રંગો, નવું ડિજિટલ સ્પીડોમીટર અને USB ચાર્જિંગ પોર્ટ જેવા ફંક્શન જોવા મળે તેવી શક્યતા છે. આના સિવાય અપડેટમાં 125cc નું એન્જિન જોવા મળશે. આ બાઇક ફેસ્ટિવ સિઝનમાં લોન્ચ કરવામાં આવશે.
Honda CB125 Hornet

હોન્ડાએ હાલમાં જ તેની નવી 125cc બાઇક B125 Hornet રજૂ કરી છે. આ બાઇકનું બુકિંગ આવતીકાલ (1 ઓગસ્ટ) થી શરૂ થશે. એન્જિન વિશે વાત કરીએ તો, બાઇકમાં 123.94cc એન્જિન છે જે 10.99bhp અને 11.2Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં 4.2 ઇંચ TFT ડિસ્પ્લે, USB ચાર્જિંગ પોઇન્ટ સાથે મળશે. તેની કિંમત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Honda Shine 100 DX

હીરો સ્પ્લેન્ડરને ટક્કર આપવા માટે, હોન્ડાએ તેની નવી 100cc બાઇક શાઇન 100DX રજૂ કરી, પરંતુ તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ બાઇકનું બુકિંગ પણ 1 ઓગસ્ટથી શરૂ થશે. આ બાઇકમાં 100cc એન્જિન છે જે 7.28bhp અને 8.04Nm ટોર્ક જનરેટ કરે છે. તે રોજિંદા ઉપયોગ માટે સારી બાઇક સાબિત થઈ શકે છે.





















