Home Automobile Automobile News Every Suv From Morris Garages Is Available At Huge Discount The Discount Will Vary For Each Variant

MG ની છઠ્ઠી વર્ષગાંઠ દરમિયાન બધી જ કારમાં આ ઓફર... : લાખોનો થશે ફાયદો, જાણો ક્યાં વેરિઅન્ટમાં કેટલો ઘટાડો થયો?

MG ની છઠ્ઠી વર્ષગાંઠ દરમિયાન બધી જ કારમાં આ ઓફર...
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 09:58 AM IST

જો તમે થોડાક સમયમાં એક SUV કારની ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય તો આ તક તમારા માટે છે. JSW MG Motor India પોતાની ભારતમાં છઠ્ઠી વર્ષગાંઠ માનવી રહી છે. અને તે ગ્રાહકોને માટે ઓફર લાવી છે. કંપનીએ પોપુલર SUV મોડલ્સની કિંમતમાં 2.30 લાખ સુધી ઓછી કરી છે. આ ઓફર SUV ના વેરિઅન્ટ અને ફયુલના વિકલ્પોના આધાર પર અલગ અલગ હશે.

વેરિઅન્ટના મુજબ કિંમતમાં કેટલો ઘટાડો થશે?

MG Hector (5-સીટર)ના બેસ વેરિઅન્ટ Style Trim ની કિંમત હાલમાં 25000 થી વધારવામાં આવી છે, પરંતુ તેના સિવાયના બીજા વેરિઅન્ટમાં છૂટ આપવામાં આવી છે. સૌથી વધારે છૂટ Sharp Pro 1.5P MT વેરિઅન્ટમાં આપવામાં આવી છે. જેની કિંમત હાલ 2.14 લાખ ઓછી કરવામાં આવી છે. તેના સિવાય Snowstorm અને Blackstorm જેવા ખાસ વેરિઅન્ટમાં સારી છૂટ આપવામાં આવી છે.

MG Hector Plus (6-સીટર ,7-સીટર)

6-સીટર Hector Plus ના દરેક વેરિઅન્ટની કિંમત ઓછી કરવામાં આવી છે. Sharp Pro 1.5P MT વેરિઅન્ટની કિંમત 2.30 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે. 7-સીટર Hector Plus ના Sharp Pro 1.5P MT ટ્રીમમાં 2.30 લાખની છૂટ આપવામાં આવી છે. તેના સિવાય Select Pro, Blackstorm, Snowstorm અને Savvy Pro જેવા બીજા વેરિઅન્ટમાં પેટ્રોલ એન્જીનમાં 2 લાખ સુધીની છૂટ મળી રહી છે.

ભારતની પ્રથમ ઇન્ટરનેટ SUV MG Hector છે

MG Hector જ્યારે 2019 ભારતમાં લૉન્ચ થઇ હતી, ત્યારે તે દેશની પ્રથમ ઇન્ટરનેટ-કનેક્ટેડ SUV તરીકે રજૂ કરવામાં આવી હતી. આજે પણ આ SUV તેના શાનદાર ફીચર્સ અને પ્રીમિયમ ઇન્ટીરીયર માટે ઓળખાય છે. આ SUV તમારા પ્રીમિયમ ડિઝાઇન, એડવાન્સ્ડ ટેક્નોલોજી અને ફીચરથી ભરપુર હોવના કારણ એ ગ્રાહકોની વચ્ચે ગણી લોકપ્રિય છે. તેના મુખ્ય ફીચર્સમાં-એક ડ્યુઅલ-પેન પેનોર્મિક સનરૂફ સામેલ છે, જે કેબીનને પણ ઓપન અને પ્રીમિયમ ફીલ આપે છે. એક મોટી 14-ઇંચ HD ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જે ડ્રાઇવિંગ અનુભવને સ્માર્ટ અને મનોરંજક બનાવે છે. તેની સાથે તે 70થી પણ વધારે કનેક્ટેડ કાર ફીચર્સ આપેલ છે, જે તે સ્માર્ટ SUVની કેટેગરીમાં છે. સેફટી માટે કારમાં MG Hector અને Hector Plus ને એડવાન્સ્ડ બનાવવામાં આવી છે. ADAS(એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) આપવામાં આવ્યું છે, જે ડ્રાઈવરની મદદ કરી શકે છે.

ક્યાં સુધી આ ઓફર છે?

આ ઓફર, MG Motor India એ આ SUVs ની કિંમતોમાં ઘટાડો કર્યો છે, આ એક ઓફર મર્યાદિત સમય માટે જ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now