Home Automobile Auto Moblie News Know The Price And Functions Of This Magnite Kuro Edition Of Nissan

Nissan ની આ કારમાં 55 કરતા પણ વધારે સેફટી ફિચર્સ : જાણો આ કેટલી છે કારની કિંમત ?

Nissan ની આ કારમાં 55 કરતા પણ વધારે સેફટી ફિચર્સ
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 11:00 AM IST

Magnite KURO Edition: નિસાન ઇન્ડિયામાં પોતાની કારનું વેચાણ વધારવા અને ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કંપનીએ SUV Magnite નું KURO એડિસન બજારમાં લાવ્યા છે. આ કારમાં 55 થી પણ વધારેના સેફટી ફંક્શન અને 20 થી વધારે પ્રથમ વર્ગની સુવિધાઓ સામેલ છે. તેના સિવાય આ એડિશનમાં કારના બાહ્ય અને આંતરિક ભાગને સ્પેશિયલ થીમ ટચ આપવામાં આવ્યો છે.

કારની માહિતી

લંબાઈ: 3994mm, પહોળાઈ: 1758mm, ઊંચાઈ: 1572mm, વ્હીલબેઝ: 2500mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ: 205mm

આ કારની કિંમત શું છે?

નવી Nissan Magnite KURO ના આ સ્પેશિયલ એડિસનમાં તેની કિંમત 8.30 લાખથી શરૂ થઈને 10.86 લાખ સુધીની છે. ગ્રાહકો તેને 11000 રૂપિયાનું ટોકન આપીને બૂક કરાવી શકે છે. KURO એડિસનને જાપાનીઝ Boldest Black ફિલોસોફી પર આધારિત છે. તે આંતરિક બ્લેક થીમ અને જાપાનીઝ-પ્રેરિત ડિઝાઇન દર્શાવે છે.

આ કારમાં કયા ફંક્શન છે?

નવા એડિસનમાં મળનારા ફંક્શનની વાત કરીએ તો, Magnite કારમાં ‘KURO’ નો લોગો જોવા મળશે. તેના સિવાય 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, બ્લેક ડોર હેન્ડલ્સ, પિયાનો બ્લેક કલર ફ્રન્ટ ગ્રિલ, ફ્રન્ટ અને રીઅર સ્કિડ પ્લેટ્સ અને ગ્લોસ બ્લેક રૂફ રેલ્સ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ નવી એડિશનમાં સિગ્નેચર બ્લેક LED હેડલેમ્પ્સ પણ જોવા મળે છે. આંતરિકની વાત કરીએ તો, અહીં મિડનાઇટ થીમ જોવા મળે છે અને પિયાનો બ્લેક ફિનિશ ગિયર શિફ્ટ નોબ પણ આપવામાં આવશે, કારમાં બ્લેક વાયરલેસ ચાર્જર અને ડેશ કેમની સુવિધા પણ છે. સલામતી માટે, આ કારમાં 6 એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ (ABS), EBD, ESC, TCS, HSA, Brake assist અને TPMS જેવા ફંક્શન જોવા મળે છે. Magnite ને સલામતીમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. તેમાં 1.0L પેટ્રોલ એન્જિન મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now