Home Automobile Auto Mobile News Which Car Offers Six Airbags Under Ten Lakh Rupees

10 લાખની કિંમતમાં સેફ્ટીમાં શાનદાર છે આ 3 કાર : 6 એરબેગ, ABS બ્રેક અને ઘણું બધું, જાણો વિગતે

10 લાખની કિંમતમાં સેફ્ટીમાં શાનદાર છે આ 3 કાર
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 10:20 AM IST

Top Cars under 10 Lakh

ભારતીય બજારમાં 10 લાખમાં જ ઘણી કારો ઉપલબ્ધ છે. તેમાંથી આ 3 કાર બીજી બધી કાર કરતાં વધારે સારી છે.

Tata Punch

Tata Punch એ એક કોમ્પેક્ટ SUV છે. આ સમયે આ કારની એક્સ-શોરૂમ કિંમત 6.20 લાખ રૂપિયા થી શરુ થઇને 10.17 લાખ સુધીમાં મળી રહે છે. પંચમાં 1.2L નું પેટ્રોલ એન્જિન લાગેલું છે. આ કારમાં CNG નો પણ વિકલ્પ મળી રહે છે. સેફટી માટે પંચમાં 6 એરબેગ અને એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) જેવા ફંક્શન મળે છે. પંચને સેફટીમાં 5 સ્ટાર રેટિંગ મળી ચુકી છે.

Maruti Baleno

પ્રીમીયમ હેચબેક કારમાં ગણી કારોનો સમાવેશ થાય છે. ટોપ 10 બેસ્ટ સેલિંગ કારોની લીસ્ટમાં બલેનો દરેક મહીને રહતી હોય છે. 10 લાખમાં બલેનો તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. બલેનોની એક્સ-શોરૂમ કિંમત 6.74 લાખથી 9.96 લાખ સુધીમાં મળી રહે છે. બલેનોમાં Sigma, Delta, Zeta, અને Alpha ના વેરિઅન્ટ ઉપલબ્ધ છે. જેમાં 1.2Lનું પેટ્રોલ એન્જિન લાગેલું છે, અને સાથે CNG વેરિઅન્ટ ,અ પણ ખરીદી કરોઈ શકો છો. સેફટી માટે કારમાં 6 એરબેગ અને એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) જેવા ફંક્શન મળે છે.

Hyundai Venue

કોમ્પેક્ટ SUV માં હ્યુન્ડાઈ વેન્યુ એક સારું મોડેલ છે. આની એક્સ-શોરૂમ કિંમત 7.94 લાખ રૂપિયા થી શરુ થાય છે. જેમાં તમને 1.0L ટર્બો, 1.2L પેટ્રોલ અને 1.5L નું ડીઝલ એન્જિન લાગેલું છે. વેન્યુમાં જગ્યા પણ ખુબ છે, ફંક્શન પણ ગણા છે. સેફટી માટે વેન્યુમાં અદ્યતન ડ્રાઈવર સહાય સિસ્ટમ (ADAS), 6 એરબેગ અને એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) જેવા ફંક્શન મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now