Home Automobile Auto Mobile News Top Three Best Selling Suv In Last Month Scorpio Brezza Creta

Top 3 બેસ્ટ સેલિંગ SUVs : શું તમે જાણવા માંગો છો કે તમારી મનપસંદ SUV આ યાદીમાં સામેલ છે કે નહીં?

Top 3 બેસ્ટ સેલિંગ SUVs
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 01:20 PM IST

TOP 3 SUV

ભારતમાં SUV સેગમેન્ટમાં ગણો વિકાસ થયો છે. આ સેગમેન્ટમાં ઘણા નવા મોડેલ આવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં વધુ નવા મોડેલ બજારમાં આવવાના છે. ગ્રાહક પાસે ગણા વિકલ્પો છે, પરંતુ કેટલાક મોડલ એવા છે જેનું વેચાણ હંમેશા ટોચ પર રહે છે. દર મહિને આ SUV વેચાણની દ્રષ્ટિએ ટોપ 10 માં પોતાનું સ્થાન જાળવી રાખે છે. હવે જો તમે પણ એક સારી અને સૌથી વધુ વેચાતી SUV શોધી રહ્યા છો, તો આ 3 આવી SUV વિશે તમને માહિતી હોવી જોઈએ.

Hyundai Creta/EV: 16,898 યુનિટ્સ (જુલાઈ 2025)

SUV સેગમેન્ટમાં હુન્ડાઇ ક્રેટા/ઇલેક્ટ્રિક નું સૌથી વધુ વેચાણ થતું હોય છે. ક્રેટા ગ્રાહકોની પહેલી પસંદ છે. સેલ્સ રિપોર્ટ પર નોંધ કરો તો છેલ્લા મહિનો (જુલાઈ) ક્રેટા/ઈલેક્ટ્રિકની 16,898 યુનિટ્સની વેચાણ છેલ્લા વર્ષોની સમાન સમયગાળામાં આ આંકડા 17,350 યુનિટ્સની વેચાણ થયું હતું. આ વખતનું વેચાણમાં કઈ ખાસ જોવા મળતું નથી. YoY ગ્રોથની વાત કરો તો આ વખતે ક્રેટાના વેચાણમાં 2.61% ઓછુ જોવા મળે છે.

Maruti Brezza: 14,065 યુનિટ્સ (જુલાઈ 2025)

મારુતિ સુજુકી Brezzaના છેલ્લા મહિનામાં 14,065 યુનિટ્સ વેચાયા હતા જ્યારે છેલ્લા વર્ષોની સમાન સમયગાળામાં આ આંકડા 14,676 યુનિટ્સનું વેચાણ થયું હતું. ગયા મહિને, કંપનીએ બ્રેઝાના 611 યુનિટ ઓછા વેચ્યા હતા, જેના કારણે આ વખતે વાર્ષિક ધોરણે વૃદ્ધિમાં 4.16% નો ઘટાડો જોવા મળ્યો હતો.

Mahindra Scorpio: 13747 એકમો (જુલાઈ 2025)

Mahindra Scorpio/N પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તે એક પાવરફુલ અને રફ એન્ડ ટફ SUV છે. ગયા મહિને 13,747 યુનિટ્સનું વેચાણ થયું હતું. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 12,237 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ વખતે Scorpioના વેચાણમાં થોડો વધારો થયો છે. ગયા મહિને, કંપનીએ તેના 1510 વધુ એકમોનું વેચાણ કર્યું છે, જેણે YoY વૃદ્ધિમાં 12.34% નો વધારો કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now