Home Automobile Auto Mobile News Maruti Suzuki Cars Get In Discounted Price Wangor Brezza Swift Dzire Alto K10 Suzuki Celerio

Suzuki ની આ કારમાં 89000 સુધીનું ડિસ્કાઉન્ટ! : જાણો કઈ કારમાં કેટલો થશે ફાયદો છે?

Suzuki ની આ કારમાં 89000 સુધીનું ડિસ્કાઉન્ટ!
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 11:51 AM IST

જો તમે આ ઓગસ્ટ મહિનામાં Maruti Suzuki ની કોઈ પણ કાર ખરીદી કરવાની હોય તો પહેલા Maruti Suzuki ની આ કારોના વિશે જાણો જેમાં મળી રહ્યું છે 89000 સુધીનું ડિસ્કાઉન્ટ.

Maruti WagonR: 89000 સુધીની બચત

Suzuki WagonR માં આ મહીને 89000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ છૂટમાં એક્સચેન્જ બોનસ અને કેશ ડિસ્કાઉંટ સામેલ છે. WagonR ની કિંમત 5.79 લાખ રૂપિયાથી શરુ થઈને 7.49 લાખ સુધીની છે. WagonR માં CNG પણ મળી રહે છે.

Maruti Swift: 78500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Suzuki Swift માં તમને 78500 રૂપિયા સુધીની બચત થઇ શકે છે. આ ડિસ્કાઉન્ટ Swift ની ZXi પેટ્રોલ, MT, AMT, અને CNG ના મોડલમાં આપવામાં આવી છે. જયારે Swift ના VXi મોડલમાં 77500 રૂપિયા સુધીની બચત થાય છે. Swift ના એક્સ-શોરૂમ કિંમત 6.49 લાખથી શરુ કરીને 9.49 લાખ સુધીમાં મળી રહેશે. આ કારમાં 1200cc નું પેટ્રોલ એન્જીન લાગેલું છે.

Maruti Brezza: 55400 રૂપિયાની બચત

Maruti Brezza માં 55400 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ છૂટ Brezza ના LXi અને VXi ટ્રીમમાં આપવામાં આવી છે. Brezza ને તમે CNG માં પણ ખરીદી શકો છો. Brezza ની કિંમત 8.69 લાખ રૂપિયાથી 13.98 લાખ સુધીમાં મળી રહેશે.

Maruti Dzire: 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

Maruti Dzire ના પેટ્રોલ મોડલમાં 35000 રૂપિયાની છૂટ આપી છે. ડિસ્કાઉન્ટની વધાર માહિતી માટે Maruti Suzuki ના ડીલરશીપનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, તમે Alto K10 પર 73,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જ્યારે તમે Celerio પર 68,100 રૂપિયા સુધીની બચત કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now