Home Automobile Auto Mobile News Byd Atto Electric Suv Speed In India Launch This Year Top Speed Battery Range Electric Car

Hyundai Creta EV ને ટક્કર આપવા આવી રહી છે આ યુરોપીયન કાર : એક વખતના ચાર્જ ચાલશે 380 કિલોમીટર, લુકમા તો જક્કાસ

Hyundai Creta EV ને ટક્કર આપવા આવી રહી છે આ યુરોપીયન કાર
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 12:33 PM IST

BYD Atto 2 Electric SUV: યૂરોપમાં તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV Atto 2 રજૂ કરી છે. ત્યારથી, લોકો આ કાર ભારતમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. અગાઉ તેને બ્રસેલ્સ મોટર શોમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં પરીક્ષણ દરમિયાન BYD Atto જોવા મળી છે. આ એક કોમ્પેક્ટ EV છે. તે હ્યુન્ડાઇ ક્રેટા EV સાથે સીધી સ્પર્ધા કરશે. એવું માનવામાં આવે છે કે તેની ઊંચાઈ વધુ હશે. તે આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે.

BYD Atto 2 ના વિશેષતાઓ

BYD Atto 2 ની લંબાઈ-4310 મિમી, પહોળાઈ-1830 મિમી, ઊંચાઈ-1675 મિમી. તેના સિવાય 400 લિટરનું બૂટ સ્પેસ છે. તેનું વ્હીલબેઝ 2620 મિમીનું છે. બૂટ સ્પેસને વધારવા માટે પાછળની સીટને ફોલ્ડ કરીને તમે 1340 લિટરનું બૂટ સ્પેસ વધારી શકશો. સ્પેસ માટે આ કાર ભારતીયો માટે એક સારો વિકલ્પ છે.

BYD Atto 2: બેટરી અને રેન્જ

બેટરી અને રેન્જની વાત કરીએ તો, BYD Atto 2 માં 45.1kWh ની બેટરી આપવામાં આવી છે જે ફૂલ ચાર્જમાં 380 કિલોમીટરની રેન્જ આપે છે. આની ટોપ સ્પીડ 160km/h ની છે. 0-100km/h ની સ્પીડ પકડવામાં આ કારને 7.9 સેકંડનો જ સમય લાગે છે. 28 મિનિટ ચાર્જ કરવાથી આ કાર 30% થી 80% સુધી ચાર્જ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં, આ કારમાં એક મોટું બેટરી પેક શામેલ થઈ શકે છે જે વધુ રેન્જ આપી શકે છે. તેમાં 65KW DC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારમાં ફીટ કરાયેલ LFP બેટરી માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ લાંબુ આયુષ્ય પણ ધરાવશે. ભારતમાં આવી રહેલા મોડલમાં પણ આ જ વિશેષતા જોઈ શકાય છે. ભારતમાં BYD Atto 2 ની કિંમત લગભગ 20 લાખ રૂપિયા હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now