Home Automobile Auto Mobile Hero Splendor Plus Records Sale 3 31 Lakh Plus Units Sold In June 2025

Hero Splendor Plus: જૂન મહિનામાં દમદાર થયું આ બાઈકનું વેચાણ! : એન્જિન-પાવર અને માઈલેજમાં પણ છે જોરદાર...

Hero Splendor Plus: જૂન મહિનામાં દમદાર થયું આ બાઈકનું વેચાણ!
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 06:43 AM IST

જે લોકા રોજ બાઈકથી ઓફિસ અથવા કામથી લાંબી મુસાફરી કરે છે. એ લોકા 100cc ની બાઈક પર વધુ વિશ્વાસ કરતાં હોય છે. આવા બાઇકો ઓછી કિંમત, સસ્તી જાળવણી અને સારી માયલેજને કારણે આવી બાઈકનું ખૂબ વધુ વેચાણ થાય છે. અત્યારે બજારમાં 100cc ની કેટલીએ બાઇકો છે, પણ Hero Splendor Plus નું વેચાણ સૌથી વધુ છે. Hero Splendor Plus નું વેચાણ સતત રેકોર્ડ તોડી રહ્યું છે. આ બાઈકના વેચાણની બરાબરી બીજી કોઈ બાઇક કરી શક્તિ નથી. અહેવાલ મુજબ આ વર્ષે જૂનમાં 3,31,057 યુનિટ વેચાયા છે. જ્યારે જૂન 2024 માં આ બાઈકના 3,05,586 યુનિટ વેચાયા હતા. આ વર્ષે આ કંપનીએ 25,471 યુનિટ વધારે વેચ્યા છે. જેનાથી કંપનીના વાર્ષિક વૃદ્ધિ દરમાં 8.34% નો વધારો મળ્યો અને બાઇકનો બજારમાં વેચાવામાં 63.13% જેટલો ભાગ રહ્યો છે.

એન્જિન અને પાવર:

Splendor Plus હાલમાં પણ 97.2cc નું સિંગલ-સિલિન્ડર એન્જિન છે. જે 7.9bhp ની પાવર અને 8.05nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4સ્પીડનું ગિયરબોક્સની સાથે આવે છે. આ એન્જિનને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. અને હવે આ એન્જિન ફ્યુલ ઇન્જેક્શન ટેકનોલોજીથી સજ્જ છે. આમાં પાવર તો વધારે નથી, પણ આ બાઇક ખૂબ સારી માઈલેજ આપે છે. અહેવાલ અનુશાર એક લિટર પેટ્રોલમાં આ બાઈક 73 કિલોમીટરની માયલેજ આપે છે. બાઈકના ફ્રંટ અને રિયરમાં ડ્રમ બ્રેકની સુવિધા છે.

અપડેટ કરેલી સુવિધાઓ:

Splendor Plus માં નોર્મલની સાથે X-Tech ના વેરીએન્ટમાં પણ આવે છે. જેમાં વધારાની સુવિધાઓ પણ મળી રહે છે. આ બાઇકમાં ઓટોમેટિક ડિજિટલ સ્પીડોમીટર અને નોર્મલ સ્પીડોમીટર બંનેમાં મળી રહશે. આના ડિજિટલ સ્પીડોમીટરમાં રિયલ ટાઈમ માયલેજ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ફોન કોલ, મેસેજ, અને બેટરીની જાણકારી મળી રહે છે. આ બાઈકમાં USB પોર્ટ આપવામાં આવ્યો છે જેનાથી તમે ફોન ચાર્જ કરી શકશો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now