Home Sports Australian Legend Glenn Maxwell Will Not Play In Ipl 2026

IPL 2026 માં નહીં રમે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી Glenn Maxwell! : સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી જાણકારી

IPL 2026 માં નહીં રમે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી Glenn Maxwell!
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 06:54 AM IST

Australian cricketer Glenn Maxwell will not play in IPL 2026: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ IPL 2026 મીની-ઓક્શનમાં ભાગ લેશે નહીં, તેમણે મંગળવારે પુષ્ટિ આપી. તે આન્દ્રે રસેલ અને ફાફ-ડુ પ્લેસિસ પછી ત્રીજો મોટો ખેલાડી છે, જે 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનાર મીની-ઓક્શનમાંથી ખસી ગયો છે. ફાફ હવે IPL ને બદલે પાકિસ્તાન સુપર લીગમાં રમશે. ઓલરાઉન્ડર મોઈન અલી પણ PSL માં રમતા જોવા મળશે. ગ્લેન મેક્સવેલે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પોતાના નિર્ણયની જાહેરાત કરી. તે 37 વર્ષનો છે, અને ઘણી વિચાર-વિમર્શ પછી તેણે ઓક્શનમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. તેનો અર્થ એ છે કે, તેણે હવે IPL ને અલવિદા કહી દીધું છે.

મેક્સવેલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

તેમણે લખ્યું, "IPL માં ઘણી અવિસ્મરણીય સીઝન પછી, મેં આ વર્ષે ઓક્શનમાં ન આવવાનો નિર્ણય લીધો છે. આ એક મોટો નિર્ણય છે. આ લીગે મને જે આપ્યું છે તે બધું માટે હું આભારી છું, IPL એ મને એક ક્રિકેટર અને એક વ્યક્તિ તરીકે ઘડ્યો છે. હું ભાગ્યશાળી છું કે, મને વિશ્વ કક્ષાના ખેલાડીઓ સાથે રમવાનો ચાન્સ મળ્યો, એક ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું અને ચાહકો સામે અદ્ભુત ઉત્સાહ સાથે પ્રદર્શન કર્યું. ભારતની યાદો, ચેલેન્જીસ અને ઉર્જા હંમેશા મારી સાથે રહેશે. વર્ષોથી તમારા બધાના સમર્થન બદલ આભાર. આશા છે કે, તમને જલ્દી મળીશું. ચીયર્સ, મેક્સી."

ipl 2025 માં મેક્સવેલનું પ્રદર્શન

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા, મેક્સવેલને છેલ્લે પંજાબ કિંગ્સે ₹4.2 કરોડમાં ખરીદ્યો હતો. આ સ્ટાર ઓલરાઉન્ડર IPL 2025 માં સાત મેચ રમ્યો હતો પરંતુ તેની પ્રતિષ્ઠા પ્રમાણે રમી શક્યો ન હતો. તેને ગયા સિઝનમાં ફક્ત 48 રન બનાવ્યા હતા અને ફક્ત ચાર વિકેટ લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now