Home Sports Aus Vs Eng Steve Smith Becomes Captain Again In The Fourth Test

AUS vs ENG; ચોથી ટેસ્ટમાં ફરીથી Steve Smith બન્યો કેપ્ટન! : AUS ની 12 સભ્યોની ટીમ અને ઇંગ્લેન્ડની Playing XI પણ જાહેર

AUS vs ENG; ચોથી ટેસ્ટમાં ફરીથી Steve Smith બન્યો કેપ્ટન!
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 09:08 AM IST

Australia Have Announced Their 12 Member Squad For The Boxing Day Test: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની 'The Ashes' સીરિઝની ચોથી મેચ 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી મેલબોર્નના Melbourne Cricket Ground ખાતે રમાશે. આ મહત્વપૂર્ણ મેચના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમે તેના 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. Pat Cummins ને ચોથી ટેસ્ટમાંથી બહાર કર્યા પછી સ્ટીવ સ્મિથ ફરી એકવાર કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. Jhye Richardson લાંબા સમય પછી કાંગારૂ ટીમમાં પરત ફર્યો છે. Jhye Richardson અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 3 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. તેમાં તેને 6 ઇનિંગ્સમાં 22.09 ની એવરેજથી 11 વિકેટ મેળવી છે. બેટિંગમાં તેને 3 ઇનિંગ્સમાં 6.00 ની એવરેજથી 18 રન બનાવ્યા છે.

ચોથી ટેસ્ટ માટે 12 સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમ:

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જેક વેધરલ્ડ, માર્નસ લાબુશેન, ઉસ્માન ખ્વાજા, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, ઝી રિચાર્ડસન, સ્કોટ બોલેન્ડ, માઇકલ નેસર અને બ્રાન્ડન ડોગેટ.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનની પણ જાહેર

ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા, ઇંગ્લેન્ડે મંગળવારે (23 ડિસેમ્બર, 2025) ચોથી ટેસ્ટ માટે તેમની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી. ઇંગ્લેન્ડ ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. જેકબ બેથેલ અને ગસ એટકિન્સન પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફર્યા છે.

જેકબ બેથેલ અને ગસ એટકિન્સનના આંકડા

અત્યાર સુધી, બેથેલે ઈંગ્લેન્ડ માટે 4 ટેસ્ટ મેચ રમી છે. તેને 8 ઇનિંગમાં 38.71 ની એવરેજથી 271 રન બનાવ્યા છે. તેને 4 ઇનિંગમાં 31.33 ની એવરેજથી 3 વિકેટ લીધી છે. અને ગસ એટકિન્સન 15 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. તેમાં તેને 29 ઇનિંગ્સમાં 24.59 ની એવરેજથી 66 વિકેટ લીધી છે. બેટથી, તેને 22 ઇનિંગ્સમાં 20.24 ની એવરેજથી 425 રન બનાવ્યા છે.

ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:

ઝેક ક્રોલી, બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, જેમી સ્મિથ (વિકેટકીપર), વિલ જેક્સ, ગસ એટકિન્સન, બ્રાયડન કાર્સ અને જોશ ટંગ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now