Home Sports Aus Vs Eng Australian Captain Pat Cummins Included In The Team

AUS vs ENG; ઓસ્ટ્રેલિયન કેપ્ટન Pat Cummins ટીમમાં સામેલ! : Josh Hazlewood બહાર..., એડિલેડ ટેસ્ટ પહેલા ટીમમાં મોટા ફેરફાર

AUS vs ENG; ઓસ્ટ્રેલિયન કેપ્ટન Pat Cummins ટીમમાં સામેલ!
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 11:27 AM IST

AUS vs ENG: એશિઝમાં 2-0 ની લીડ સાથે, ઓસ્ટ્રેલિયાએ સીરિઝ પર મજબૂત પકડ બનાવી લીધી છે. હવે, એડિલેડમાં ત્રીજી ટેસ્ટ ડ્રો થાય તો પણ ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝ સીરિઝમાં લીડ જાળવી રાખશે. જોકે, ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ જીતીને સીરિઝ જીતવાનો પ્રયત્ન કરશે. કેપ્ટન પેટ કમિન્સને ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 17 ડિસેમ્બરથી શરૂ થનારી એડિલેડ ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં કમિન્સ અને અનુભવી સ્પિનર ​​નાથન લિયોન પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફરે તેવી અપેક્ષા છે.

ખેલાડીઓની ફિટનેસ અપડેટ

ઓસ્ટ્રેલિયાની વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0 થી ટેસ્ટ સીરિઝ જીત્યા પછી કમિન્સ રમ્યો નથી, તેને ઈજા થઈ હતી જેના કારણે તે સીરિઝની શરૂઆતથી બહાર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કોચ એન્ડ્રુ મક્ડોનલ્ડે કહ્યું, 'તેમનું (કમિન્સ) શરીર તૈયાર છે અને જો આગામી દિવસોમાં કઈ ઘટના ન બને, તો કમિન્સ એડિલેડમાં ટોસ કરવા આવશે.' કોચના મતે, કમિન્સને કોઈ પ્રેક્ટિસ મેચ રમવાની તક મળશે નહીં, પરંતુ ટીમે ભૂતકાળમાં લાંબા વિરામ પછી તેને આવી જ રીતે તૈયાર કર્યો છે. તેને એલન બોર્ડર ફિલ્ડ ખાતે મેચ સિમ્યુલેશન્સ કર્યા, મેચ જેવી પરિસ્થિતિઓ બનાવવા માટે ઘણા સ્પેલ બોલિંગ કરી. મક્ડોનલ્ડે કહ્યું, "અમને લાગે છે કે, તે સંપૂર્ણપણે ફિટ છે અને સ્કિલની દ્રષ્ટિએ પણ ફિટ છે." કમિન્સ ઘાયલ થયા પછી નાથન લિયોનને ગાબ્બા ટેસ્ટમાંથી બહાર રાખવાના નિર્ણયે પ્રશ્નો ઉભા કર્યા હતા, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સંકેત આપ્યો છે કે, લાયન એડિલેડમાં ટીમમાં ફરી સામેલ થઈ શકે છે. આગામી સપ્તાહ અનુભવી બેટ્સમેન ઉસ્માન ખ્વાજા માટે મહત્વપૂર્ણ રહેશે. 38 વર્ષીય ખેલાડી કમરના દુખાવાથી પીડાઈ રહ્યો છે અને એડિલેડ ટેસ્ટમાં તેના રમવા પર સસ્પેન્સ છે.

હેઝલવુડ એશિઝમાંથી બહાર

ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ આખી એશિઝ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. પહેલા હેમસ્ટ્રિંગની ઈજા અને હવે Achilles ની ઈજાએ તેને બહાર કરી દીધો છે. કોચ મક્ડોનલ્ડે કહ્યું, "દુર્ભાગ્યવશ, જોશ એશિઝમાં રમી શકશે નહીં. આ અમારા માટે એક મોટો ઝટકો છે. આ એક સંપૂર્ણપણે અલગ ઈજા છે અને તે હવે ODI વર્લ્ડ કપની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે."

એડિલેડ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, બ્રેન્ડન ડોગેટ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઈકલ નેસર, મિશેલ સ્ટાર્ક, જેક વેધરલ્ડ, બો વેબસ્ટર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now