Home Sports Aus Vs Eng Australia Squad Announced For Brisbane Test

AUS vs ENG; બ્રિસ્બેન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વાડની થઈ જાહેરાત! : કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડ ઈજાને કારણે બહાર

AUS vs ENG; બ્રિસ્બેન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વાડની થઈ જાહેરાત!
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 08:56 AM IST

Australia's squad announced for Brisbane Test: ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનમાં ડે-નાઈટ એશિઝ ટેસ્ટ માટે શુક્રવારે જાહેર કરાયેલી 14 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના કારણે ઈજાગ્રસ્ત કેપ્ટન પેટ કમિન્સ બીજી ટેસ્ટમાં સ્થાન મેળવી શક્યા નથી. કમિન્સની ગેરહાજરીમાં, સ્ટેન્ડ-ઇન કેપ્ટન સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટથી જીત અપાવી હતી, જેનાથી ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ મેચની સીરિઝમાં 1-0 ની લીડથી આગળ છે. બીજી ટેસ્ટ 4 ડિસેમ્બરથી શરૂ થશે. જોકે, કમિન્સ ટીમ પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે બ્રિસ્બેન જશે. 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે તે ટીમમાં સામેલ થાય તેવી અપેક્ષા છે.

જોશ હેઝલવૂડ અને કમિન્સ થયા બહાર!

શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન કમિન્સ સ્મિથને બોલિંગ કરતા જોવા મળ્યા હતા. કમિન્સ બહાર થવાને કારણે પર્થમાં પાંચ વિકેટ લેનાર બ્રેન્ડન ડોગેટ મિશેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડ સાથે પેસ બોલિંગની જવાબદારીઓ સાંભળી શકે છે. અન્ય અનુભવી ફાસ્ટ બોલર, જોશ હેઝલવુડ, હેમસ્ટ્રિંગ ઈજાને કારણે પસંદગી માટે પહેલાથી જ ઉપલબ્ધ ન હતા.

શું ઉસ્માન ખ્વાજા ફિટ છે?

લેફટી ઓપનર ઉસ્માન ખ્વાજાને ટીમમાં રાખવામાં આવ્યા છે, પરંતુ બીજી ટેસ્ટ પહેલા તેને પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. પહેલી ટેસ્ટ દરમિયાન ખ્વાજાને કમરમાં દુખાવો થયો હતો. જો ખ્વાજા ફિટનેસ પાછી મેળવવામાં નિષ્ફળ જાય, તો ટીમ પાસે ઓલરાઉન્ડર બ્યુ વેબસ્ટર અને વિકેટકીપર-બેટ્સમેન જોશ ઇંગ્લિસના અન્ય વિકલ્પો છે.

બીજી એશિઝ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વાડ:

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, બ્રેન્ડન ડોગેટ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઈકલ નેસર, મિશેલ સ્ટાર્ક, જેક વેધરલ્ડ, બ્યુ વેબસ્ટર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now