Home Gujarat Attempted Looting With Chilli Powder At A Jewellers Shop In Ahmedabad

અમદાવાદના જ્વેલર્સ શોપમાં મરચું નાખી લૂટનો પ્રયાસ? : મહિલાનું મરચું કામ ન કર્યું, જ્વેલર્સ માલિકે ધબધબાટી બોલાવી!, જુઓ CCTV

અમદાવાદના જ્વેલર્સ શોપમાં મરચું નાખી લૂટનો પ્રયાસ?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 06, 2025, 12:37 PM IST

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી એક જવેલર્સ શોપમાં અચાનક બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી છે. માહિતી મુજબ એક મહિલા ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી અને અચાનક સોનીની આંખમાં મરચાંનો પાઉડર નાખવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ હાથમાં રાખેલો મરચાંનો પાઉડર સોનીની આંખમાં ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સદભાગ્યે મરચાંનો પાઉડર સીધો આંખમાં ગયો નહીં. સોની તરત જ સતર્ક થઈ ગયો અને આક્રમક મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો.

આશરે 25 સેકન્ડમાં 20 જેટલા લાફા ઝીંકી દીધા

આ દરમિયાન સોનીએ ગુસ્સામાં આવીને મહિલાને ટેબલ કૂદીને આશરે 25 સેકન્ડમાં 20 જેટલા લાફા ઝીંકી દીધા હતા, જેનું CCTV ફૂટેજ વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સોની તરત જ પ્રતિસાદ આપે છે અને મહિલાને સતત તમાચા ઝીંકે છે. ઘટના બાદ સોનીએ કોઈ લૂંટફાટ કે ચોરીનો પ્રયાસ થયો નથી, તે જણાવીને પોલીસમાં ફરિયાદ કરવાની ઇનકાર કર્યો છે. જોકે, પોલીસએ વાયરલ થયેલા વીડિયો બાદ મહિલાની ઓળખ અને તેના આશય અંગે તપાસ શરૂ કરી છે.

લોકોમાં રોષ, પોલીસે તપાસ હાથધરી

આ ઘટનામાં લોકોનો મહિલા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો સોનીના આત્મસુરક્ષાના પગલાને યોગ્ય ગણાવે છે, જ્યારે કેટલાક લોકો મહિલાને માર મારવો અતિશય ગણાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, CCTV ફૂટેજના આધારે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે, અને જો કોઈ ગુનાહિત ઇરાદો પુરવાર થશે તો મહિલાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now