Home Gujarat Attempt To Overturn Train Causes Panic In Amreli

ગુજરાતના આ જિલ્લામાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસથી ચકચાર : રેલવે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગ પોલ કોણે મૂક્યા?, તપાસ તેજ

ગુજરાતના આ જિલ્લામાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસથી ચકચાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 11:32 AM IST

અમરેલી જિલ્લાના ચિતલ નજીક એક ગંભીર ઘટનામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ચિતલથી ખીજડીયા વચ્ચેના રેલ્વે ટ્રેક પર ભાવનગર–પોરબંદર પેસેન્જર ટ્રેનને નિશાન બનાવી અજાણ્યા શખ્સોએ ટ્રેક પર પથ્થરો તેમજ ફેન્સિંગના પોલ મૂકી દીધા હતા.

ટ્રેઈન ઉથલાવવાનો પ્રયાસ

ટ્રેન પસાર થવાના સમયે આ અવરોધ નજરે પડતાં ટ્રેન ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તરત જ ટ્રેન રોકી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસ દોડી આવી હતી અને રેલ્વે અધિકારીઓ સાથે મળીને ટ્રેક પરથી અવરોધ દૂર કરવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ હાથધરી

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ રેલ્વે મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now