Home Automobile Atomobile News Obens Electric Bike Is Coming To The Market Which Will Also Compete With Olas Bikes Both The Range And Mileage Are Good

5 ઓગસ્ટે બજારમાં આવી રહી છે આ ઇલેક્ટ્રિક બાઇક! : olaને પણ આપી શકે છે જબરદસ્ત ટક્કર...

5 ઓગસ્ટે બજારમાં આવી રહી છે આ ઇલેક્ટ્રિક બાઇક!
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 07:33 AM IST

જો તમે આગામી થોડા દિવસોમાં નવી ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ આવનારી બાઇકની રાહ જોઈ શકો છો. Oben Electric ભારતના બજારમાં પોતાની પકડ મજબૂત કરતી નજર આવી રહી છે. હાલમાં કંપનીનું ધ્યાન ક્વાલિટીની સાથે સાથે લેટેસ્ટ ટેક્નોલોજી ઉપર પણ છે. અત્યારે કંપનીની પાસે Rorr EZ અને Rorr ઇલેક્ટ્રિક બાઇક છે, જેનું વેચાણ ભારતમાં થાય છે. ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંપનીએ નેક્સ્ટ જનરેશન Rorr EZ ઇલેક્ટ્રિક બાઇકને 5 ઓગસ્ટના દિવસે બજારમાં લોન્ચ કરશે. આ બાઇકની ડિઝાઇનને રોજિંદા વપરાશના ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

નવા મોડલમાં બેટરી અને રેન્જને લઈને હાલમાં કોઈ જાણકારી નથી મળી. અને કિંમતને લઈને પણ કોઈ જાણકારી નથી મળી પરંતુ એવી આશા છે કે એક લાખની આસપાસની કિંમત હોઇ શકે છે. પણ મીડિયા રેપોર્ટ્સના મુજબ આ બાઈકના ટોપ મોડલની કિંમત 1.30 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. અને આ બાઇક 2 કલાકમાં ફૂલ ચાર્જ થશે, આ વેરિયન્ટની રેન્જ પણ 175 થી 200 કિલોમીટરની હોઇ શકે છે. નવા મોડલમાં નવા કલરના વિકલ્પો પણ મળી રહશે.

આ નવા મોડલની ડિઝાઇન હાલના મોડલ જેવી જ હોઇ શકે છે, પણ આશા છે કે ડિઝાઇનમાં ગણા બદલાવ જોવા મળી શકે છે. આ બાઇક ખૂબ જડપી હોઇ શકે છે જે 10.20ps ની પાવર અને 277nm નો ટોર્ક મળી રહશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now