Home International Astronaut Sunita Williams Stuck In Space For Nine Months Nasa

Welcome Sunita Williams : 9 મહિના દરમિયાન અંતરિક્ષમાં શું કર્યું સુનિતા વિલયમ્સે?

Welcome Sunita Williams
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2025, 09:06 AM IST

સુનિતા વિલયમ્સ અને બુચ વિલ્મોર પરત તો આવી ગયા પરંતુ તેઓએ 9 મહિના સુધી શું કર્યું સ્પેસમાં તે પણ જાણીએ

સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર 5 જૂન, 2024ના રોજ ISS પર પહોંચ્યા હતા. તેમનો પ્રવાસ માત્ર 8 દિવસનો હતો, પરંતુ તકનીકી સમસ્યાઓના કારણે તેમને ત્યાં નવ મહિના સુધી રહેવું પડ્યું હતું. જો કે, આ મિશન દરમિયાન, સુનીતા વિલિયમ્સ વિવિધ કાર્યોમાં રોકાયેલા હતા.

સુનીતા વિલિયમ્સે કરી ISSની સફાઈ
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સંભાળ અને સફાઈમાં તેમની ભૂમિકા ભજવી હતી. આ સ્ટેશન સતત જાળવણીની માગ કરે છે. એવું કહેવામાં આવે છે કે આ સ્ટેશનનો વિસ્તાર લગભગ ફૂટબોલના મેદાન જેટલો છે. તેમણે જૂના ઉપકરણોને પણ બદલ્યા અને પ્રયોગો હાથ ધર્યા.

900 કલાક સંશોધન, 150 પ્રયોગો
યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, સુનીતા વિલિયમ્સ અને તેમની ટીમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 286 દિવસ દરમિયાન 900 કલાકનું સંશોધન પૂર્ણ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે લગભગ 150 પ્રયોગો કર્યા હતા. સુનીતા વિલિયમ્સ અવકાશમાં આટલો સમય પસાર કરનારી પ્રથમ મહિલા બની છે. સુનીતાએ સ્પેસ સ્ટેશનની બહાર 62 કલાક, 9 મિનિટ પણ વિતાવ્યા

કેવા પ્રકારનું સંશોધન કર્યું?
સુનીતા વિલિયમ્સે આઇએસએસ પર અનેક મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. આ સંશોધન ક્ષેત્રોમાં ગુરુત્વાકર્ષણ, બળતણ કોષો, રિએક્ટર, પોષક પ્રોજેક્ટ્સ અને બેક્ટેરિયાના વૈજ્ઞાનિક ઉપયોગનો સમાવેશ થાય છે. તેમના દ્વારા હાથ ધરવામાં આવેલ બાયોન્યુટ્રિયન્ટ સંશોધન અવકાશયાત્રીઓ માટે ઉપયોગી થશે કારણ કે તે અવકાશમાં મુસાફરોને તાજા પોષક તત્ત્વો પ્રદાન કરવામાં મદદ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now