Home Religion Astrology Lizard Chipkali Home Indian Mythology

ઘરમાં આ રંગની ગરોળી દેખાય તો આખા ઘરની પથારી ફરી સમજો : જો ભૂલથી પણ આ રંગની ગરોળી પૂજા ઘરમાં પહોંચી તો આવશે ઘર ખાલી કરવાનો વારો

ઘરમાં આ રંગની ગરોળી દેખાય તો આખા ઘરની પથારી ફરી સમજો
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 11:39 AM IST

Lizard : દરેક ઘરમાં ગરોળી દેખાવી એ એક સામાન્ય બાબત છે. જોકે, ગરોળીને લઈને વિવિધ માન્યતાઓ પણ પ્રવર્તમાન છે. કોઈ કહે છે ગરોળી લક્ષ્મીજીનું હાવન છે, તેનાથી ઘરમાં લક્ષ્મી આવે છે. તો કોઈ વળી ગરોળીને જોતાવેંચ તેને ભગાડવા દોટ મૂકે છે. ખરેખર ઘરમાં ગરોળી દેખાય તો શુભ કહેવાય કે અશુભ? જાણો આ અંગે શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર....

આમ તો તમે પણ ક્યારેક ને ક્યારેક તમારા ઘરમાં ગરોળી જરૂર જોઈ હશે. જોતાની સાથે કાંતો તમે દૂર ભાગ્યા હશો કાંતો તમે ગરોળીને દૂર ભગાડવાની કોશિશ કરી હશે. દેખાવું સામાન્ય વાત છે, પરંતુ ભારતના વિવિધ ભાગોમાં ગરોળીને લઈને અનેક માન્યતાઓ અને જ્યોતિષીય સંકેતો માનવામાં આવે છે. ઘણા લોકો માટે ગરોળીને જોવું ડરાવણું હોય છે, ત્યારે કેટલાક લોકો તેને લક્ષ્મીનું પ્રતીક ગણાવે છે. વાસ્તુ અને જ્યોતિષ અનુસાર ગરોળીનું આગમન, તેનો રંગ, તેનું સ્થાન અને તેનો વર્તાવ કંઈક ખાસ સંદેશ આપે છે. ચાલો જાણીએ ઘરમાં ગરોળી દેખાવાના શુભ અને અશુભ સંકેતો વિશે.

ઘરમાં કાળી ગરોળી દેખાય તો?

ઘરમાં દેખાતી કાળી રંગની ગરોળી સામાન્ય રીતે શુભ માનવામાં આવતી નથી. ખાસ કરીને ઘરના મંદિર અથવા પૂજા સ્થાન નજીક કાળી ગરોળી જોવી અશુભ સંકેત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કાળા રંગની ગરોળી તમારા પૂજા ઘરની આસપાસ ફરતી દેખાઈ તો નજીકના સમયમાં તમારે ઘરથી હાથ ધોવાનો વારો પણ આવી શકે છે.

શું સંકેત આપે છે?

નાણાકીય નુકસાન

અચાનક કોઈ સમસ્યાનો આગમન

ઘરમાં ઊભી થનારી નકારાત્મકતા

જ્યારે સામાન્ય ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે કાળી ગરોળી તેનો વિરુદ્ધ સંકેત આપે છે.

બે ગરોળી એકસાથે અથવા લડતી જોવા મળે તો

ઘરમાં બે ગરોળી દેખાવું સામાન્ય છે, પરંતુ જો બે ગરોળી લડતી જોવા મળે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે.

શું કહી શકે છે આ સંકેત?

ઘરમાં રોગ-ચાળો ફેલાવાની શક્યતા

પરિવારના કોઈ સભ્યને બિમારી થવાની સંભાવના

આથી જો સતત આવી ઘટના જોવામાં આવે, તો આરોગ્યની ખાસ કાળજી રાખવી જોઈએ.

પૂજા ઘરમાં ગરોળીનું દર્શન – ખૂબ જ શુભ સંકેત

ઘરમાં પૂજા સ્થાન અથવા મંદિરની પાસે જો ગરોળી દેખાય, તો તેને અતિ શુભ સંકેત માનવામાં આવે છે.

આ શું સૂચવે છે?

ઘરમાં સમૃદ્ધિ વધશે

નજીકના ભવિષ્યમાં મોટા નાણાકીય લાભ મળશે

ખાસ કરીને શુક્રવારે પૂજાઘર પાસે ગરોળી જોવા મળે, તો દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાનો સંકેત માનવામાં આવે છે.

ગરોળી પડી જાય તો?

ગરોળીનું જમીન પર પડવું સામાન્ય છે, પરંતુ કેટલાક માન્યતાઓ અનુસાર આ વારંવાર થાય તો તેને શુભ માનવામાં આવતું નથી.

માન્યતાઓ અનુસાર

પુરૂષ કે સ્ત્રીના શરીર પર ગરોળી પડે તો અલગ-અલગ સંકેતો મળે છે

જો કે આ બધું માન્યતાઓ પર આધારિત છે, વૈજ્ઞાનિક રીતે તેનો કોઈ પુરાવો નથી

સાથે જ એક મહત્વપૂર્ણ વાત—ગરોળીને મારવી અથવા પરેશાન કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે અને કુદરતી રીતે પણ તે યોગ્ય નથી.

ગરોળીને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. તે શુભ છે કે અશુભ, તે તેનો રંગ, સ્થાન અને વર્તન પર આધાર કરે છે. જો કે આ તમામ બાબતો પરંપરાગત જ્યોતિષ અને લોકમાન્યતાઓ પર આધારિત છે, વૈજ્ઞાનિક પુરાવા નથી.

(Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ, લોકવાયકાઓ અને જાણકારી પર આધારિત છે. તેનો વૈજ્ઞાનિક આધાર નથી. Offbeat Stories આ અંગેની પુષ્ટી કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now