વર્ષ 1908માં સોવિયેત યુનિયનના સાઈબેરીયન વિસ્તારમાં એક એસ્ટરોઇડ પડ્યો હતો, જેણે 2000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં તબાહી મચાવી હતી. તે જમીન સાથે અથડાવાના કારણે લાખો વૃક્ષો અને છોડ તબાહ થઈ ગયા હતા. જોકે સદનસીબે સાઇબિરીયાનો તે વિસ્તાર ખૂબ જ નિર્જન હતો, નહીંતર ત્યાં જે વિનાશ થયો તેનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ હતો. હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એ જ કદનો એક એસ્ટરોઇડ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને ખગોળશાસ્ત્રીઓ તેને લઈને સતર્ક છે. વૈજ્ઞાનિકોએ આ એસ્ટરોઇડને 2024 YR4 નામ આપ્યું છે. એસ્ટરોઇડની સ્પીડ અને અન્ય ગણતરીઓ કરીને શોધી કાઢ્યું છે કે આ એસ્ટરોઇડ વર્ષ 2032માં પૃથ્વી સાથે અથડાવાની સંભાવના છે, જેની પૃથ્વી પર ખૂબ જ ગંભીર અસરો થઈ શકે છે અને તે કારણે પૃથ્વીને ઘણુ નુકસાન થઈ શકે છે.
UAEના ખગોળશાસ્ત્રી વિશ્વભરની ઓબ્ઝરવેટરીઝને અપીલ કરી છે
સંયુક્ત આરબ અમીરાતના એક ખગોળશાસ્ત્રીએ પણ આ એસ્ટરોઇડને પૃથ્વી તરફ જતો જોયો છે અને તેમણે વિશ્વભરની ઓબ્ઝરવેટરીઝને આ એસ્ટરોઇડ પર સતત નજર રાખવાની અપીલ કરી છે.
એસ્ટરોઇડ 2024 YR4ની પૃથ્વી પર શું અસર થઈ શકે છે?
આ એસ્ટરોઇડ, 2024 YR4ને સૌપ્રથમ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના પ્લેનેટરી ડિફેન્સ ઑફિસ દ્વારા શોધવામાં આવ્યો હતો, અને ચેતવણી આપી હતી કે એસ્ટરોઇડ 22 ડિસેમ્બર, 2032ના રોજ પૃથ્વી પાસેથી સુરક્ષિત રીતે પસાર થવાની ખૂબ નજીક છે. પરંતુ એજન્સીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે તેની એક ટકાની ટક્કરની શક્યતાને ક્યારેય નજરઅંદાજ કરી શકાય નહીં. સ્પેસ એજન્સીએ તાજેતરના મીડિયા એલર્ટમાં જણાવ્યું હતું કે, 'જેમ જેમ અમારી એસ્ટરોઇડ ડિટેક્શન ટેક્નોલોજીમાં સુધારો થઈ રહ્યો છે, અમે પૃથ્વીની નજીકથી પસાર થતી વસ્તુઓની વધતી જતી સંખ્યા શોધી રહ્યા છીએ જે આપણે પહેલા જોયા નથી.
તે પૃથ્વી પર સૌથી વધુ અસર ક્યાં કરશે?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેના અંતરના હિસાબે તે પશ્ચિમ-મધ્ય અમેરિકાથી ઉત્તર-દક્ષિણ અમેરિકા અથવા મધ્ય એટલાન્ટિક મહાસાગર અને આફ્રિકાના કેટલાક ભાગોમાંથી થઈને એક સાંકડી પટ્ટીમાં પૃથ્વી સાથે અથડાઈ શકે છે અને ભારત સુધી પહોંચી શકે છે.





