બનાસકાંઠા જિલ્લાની ખુબ ચર્ચીત એવી વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે છેલ્લી ઘડીની બાજી મારીને ભવ્ય જીત મેળવી હતી. વાવની જનતાએ વાવ વિધાનસભા માટે ભાજપ પર ભરોસો મુક્યો છે. ત્યારે જીત મેળવનાર BJPના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે આજે ગાંધીનગરમાં ધારાસભ્ય પદના શપથ લીધા હતાં. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં રાજ્ય સરકારના મંત્રીઓની હાજરીમાં સ્વરૂપજી ઠાકોરે વાવના ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. મહત્વનું છે કે, વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખ્યો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2,367 મતથી જીત્યા હતા.
કોંગ્રેસના ગઢમાં સ્વરૂપજીએ પાડ્યું ગાબડું
વાવ વિધાનસભાની પેટાચૂંટણી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપના સ્વરૂપજીની બહુમત સાથે વિજય થતાં પાર્ટીમાં ખુશીની લહેર પ્રસરી હતી. કોંગ્રેસનાં ગુલાબસિહ રાજપૂતને 23 રાઉન્ડની મતગણતરીમાં કુલ 89,402 જ્યારે અપક્ષનાં માવજી પટેલને 27,173 અને ભાજપનાં સ્વરૂપજી ઠાકોરને 91,755 મત મળ્યા હતા.
વાવ પેટાચૂંટણી બાદ વિધાન સભામાં 182 માંથી 162 ભાજપ ની સંખ્યા થઈ છે
કોંગ્રેસનાં માત્ર 12 ધારાસભ્યો રહ્યા છે. સ્વરૂપજી ઠાકોરની શપથવિધીમાં આરોગ્ય પ્રધાન ઋુષીકેશ પટેલ, ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






