Home Gujarat Assembly Deputy Speaker Resigns

વિધાનસભા ઉપાધ્યક્ષે આપ્યું રાજીનામું : જેઠા ભરવાડએ અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું, કારણ પણ આપ્યું!

વિધાનસભા ઉપાધ્યક્ષે આપ્યું રાજીનામું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 11:28 AM IST

Assembly Deputy Speaker Jetha Bharwad : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી જેઠા ભરવાડએ રાજીનામું ધરી દીધું છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેઓ શહેરાના ધારાસભ્ય છે તેમજ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છે. જેઠા ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેને અધ્યક્ષે સ્વીકારી લીધું છે.

વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા

પ્રાપ્ત માહિતી મુજબ, વ્યસ્તતાના કારણે જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને આ રાજીનામું સોંપવામાં આવ્યું હતું.

વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ ખાલી થયું

વિધાનસભામાં જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ તરીકે પોતાની જવાબદારીઓ નિભાવતાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનાં રાજીનામાથી વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ ખાલી થયું છે અને આગામી સમયમાં નવા ઉપાધ્યક્ષની નિમણૂંક અંગે નિર્ણય લેવાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now