Home National Assam Election 2026 Himanta Sarma Miya Mama Politics

અસમ ચૂંટણી 2026: ‘મિયા-મામા’ની રાજનીતિ : હિમંતા બિસ્વા સરમાની વ્યૂહરચના પર ચર્ચા

હિમંતા બિસ્વા સરમાની છબી
Image Credit: X.com Himanta Biswa Sarm
Published by: Niraj Chokshi
Last Updated: May 04, 2026, 07:10 AM IST

અસમ વિધાનસભા ચૂંટણી 2026નાં પરિણામો સાથે રાજ્યની રાજકીય દિશા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પરંતુ આ વખતે માત્ર જીત-હાર નહીં પરંતુ ‘મિયા’ અને ‘મામા’ જેવી રાજકીય ભાષા અને ઓળખ આધારિત રાજકારણ વધુ ચર્ચામાં રહ્યું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળ ભાજપે ચૂંટણી લડી અને સમગ્ર અભિયાન દરમિયાન ધાર્મિક-સામાજિક ઓળખને સ્પર્શતા મુદ્દાઓને મહત્વ આપામાં આવ્યું.

ચૂંટણી દરમિયાન ‘મિયા’ શબ્દનો ઉપયોગ ખાસ કરીને બાંગ્લાદેશી મૂળના મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો હોવાનો વિરોધ પક્ષોએ લગાવ્યો આરોપ. બીજી તરફ, ‘મામા’ શબ્દને હિન્દુ મતદારોને એકત્રીત કરવાની રાજકીય વ્યૂહરચના તરીકે જોવામાં આવ્યો. આ બંને શબ્દો માત્ર ભાષણનો ભાગ નહોતા પરંતુ એક વિશાળ રાજકીય રણનીતિ અંગ તરીકે ઉપયોગમાં આવ્યા.

આ પણ વાંચો: Assembly Election Results 2026 Live : પ.બંગાળ અને આસામમાં ભાજપ તો કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન આગળ, તમિલનાડુમાં 'વિજયભવ', જ્યાં મોદીએ ઝાલમુડી ખાધી ત્યાં ભગવો લહેરાશે

ઓળખની રાજનીતિ

અસમની રાજનીતિમાં ઓળખનો મુદ્દો નવો નથી. વર્ષોથી અહીં ભાષા, ધર્મ અને વસ્તી પરિવર્તન જેવા મુદ્દાઓ ચૂંટણીને પ્રભાવિત કરતા રહ્યાં છે. પરંતુ 2026ની ચૂંટણીમાં આ મુદ્દાઓ વધુ સ્પષ્ટ અને સીધી રીતે રજૂ થયા. હિમંતા બિસ્વા સરમાએ પોતાની રાજકીય રણનીતિમાં આ મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખ્યા. તેમણે ઘૂસણખોરી, જમીન કબજા અને સાંસ્કૃતિક ઓળખના મુદ્દાઓ ઉઠાવ્યા જેને લઈને ભાજપે પોતાનું મજબૂત મતબેંક જાળવવાનો પ્રયાસ કર્યો.

વિરોધ પક્ષોએ આ અભિગમને વિભાજનકારી ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે આ પ્રકારની ભાષા સમાજમાં ધ્રુવીકરણ વધારે છે. તેમ છતાં, રાજકીય દૃષ્ટિએ આ વ્યૂહરચના અસરકારક સાબિત થઈ કે નહીં, તે પરિણામો પરથી સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં આ વખતે 'પોરિબર્તન' : ભાજપની જલેબી સામે ફિક્કી પડશે બંગાળી મીઠાઈ, સાંજે PM મોદીની હાજરીમાં દિલ્હી કાર્યાલય પર જીતનો જશ્ન

‘મિયા’ શબ્દનો વિવાદ

‘મિયા’ શબ્દનો ઉપયોગ લાંબા સમયથી અસમમાં એક વિશિષ્ટ સમુદાય માટે થાય છે પરંતુ રાજકીય સંદર્ભમાં તેનો ઉપયોગ સંવેદનશીલ બની ગયો છે. ચૂંટણી દરમિયાન આ શબ્દને લઈને ભારે વિવાદ થયો. સમર્થકોનું કહેવું હતું કે આ માત્ર વાસ્તવિક સમસ્યાઓને ઉઠાવવાનો પ્રયાસ છે. જ્યારે વિરોધીઓએ તેને એક સમુદાયને નિશાન બનાવવા તરીકે ગણાવ્યો. આ મુદ્દાએ ચૂંટણી ચર્ચાને વધુ તીવ્ર બનાવી અને રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું. ખાસ કરીને યુવાનો અને શહેરી મતદારોમાં આ ભાષા અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો..

ભાજપની વ્યૂહરચના અને ચૂંટણી પરિણામ

ભાજપે અસમમાં પોતાની ચૂંટણી વ્યૂહરચના ખૂબ જ સ્પષ્ટ રીતે તૈયાર કરી હતી. વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણકારી યોજનાઓ સાથે સાથે ઓળખ આધારિત મુદ્દાઓને પણ સમાન પ્રાથમિકતા આપવામાં આવી.

આ ચૂંટણી બતાવે છે કે રાજકારણમાં ભાષા અને શબ્દોનું મહત્વ વધતું જાય છે. ‘મિયા’ અને ‘મામા’ જેવા શબ્દો હવે માત્ર શબ્દ નથી, પરંતુ રાજકીય વ્યૂહરચનાનો ભાગ બની ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now